ભાવનગર ના કાંતિસેન કાકા નુ નિધન, પી એમ દુખ વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવી
એક્સેલના સમીયાણા હેઠળ સમાજ સેવાની સુગંધ પ્રસરાવનાર પુરુષાર્થી પાયાની પરખ:પાકને સંરક્ષણ કરતાં કાંઇક વિશેષ અને ખેડૂતોનું પીઠબળ બની રહેવાનો ઉદ્યોગમંત્ર એટલે એક્સેલ ક્રોપ કેર લી. અને તેમાં કામ કરતા કામદારો ખભે હાથ મૂકી હરમત દેનારો, પુરુષાર્થ અને અણીશુદ્ધ પ્રમાણિકતાનું પ્રતીક અને સૌમાં અંતરના ઉમળકા સાથે ‘કાન્તિકાકા’ના નામે ઓળખાતા કચ્છીમાડુ શ્રી કાન્તિસેન શ્રોફ સાહેબે ગય કાલે દુનીયા ને અલવિદા કહી દીધુ છે.
આ દુખઃદ ઘટના થી ભાવનગર મા ઘણુ શોક નુ મોડુ ફરી વળ્યુ હતુ અને લોકો એ સોસિયલ મીડીયા પર શ્રધ્ધાંજલી પણ પાઠવી હતી. આ બાબત દેશ ના પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ટ્વિટર કરી પણ દુખ વકત કરી ને શ્રધ્ધાંજલી પાઠવી હતી.
ગુજરાતના એક સેવાભાવી શ્રેષ્ઠી શ્રી કાન્તિસેન શ્રોફ (કાકા)ના નિધનથી અત્યંત દુ:ખ થયું. એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત નાના કલા-કારીગરો માટે એમણે કરેલું પ્રદાન દીર્ઘકાળ સુધી યાદ રહેશે. મારી શ્રદ્ધાંજલિ. ૐ શાંતિ: ||
— Narendra Modi (@narendramodi) May 13, 2021
કાંતિસેન દાદા ની વાત કરીએ તો ૧૯૭૦માં ભાવનગરને કર્મભૂમિ બનાવી. એક્સેલનો પાયો નાખ્યો. મોટા ભાઇ ગોવિંદજીભાઇ શ્રોફનું સફળ માર્ગદર્શન અને હુંફ તેમજ કાન્તિકાકાના માતુશ્રી પૂ. બા તેમજ કાકાના ધર્મપત્ની પૂ. ચંદાબાના હાથના રોટલા જમીને લાંબા સમયના પારિવારિક શ્રમયજ્ઞના ફળ સ્વરૂપે ઊભી થયેલ એક્સેલ ઈન્ડસ્ટ્રીઝે આજે ઔદ્યોગિક જગતની એક મિશાલ કાયમ કરી છે.
કાંતીસેન દાદા જેવા ઔધોગિક સાહસીક અને ભાવનગર નુ પીઠબળ સમાન મહાન વ્યકત ની ખોટ ભાવનગર માટે હંમેશા રહેશે. ઓમ શાંતિ