મહિલાઓ દ્વારા નિઃસ્વાર્થભાવે કોરોના દર્દીઓની અંતિમક્રિયની સેવા કરવામાં આવી રહી છે.
આપણા હિન્દૂ ધર્મમાં એવી અનેક રિતી રિવાજો હોય છે જે માત્ર પુરુષો કરી શકતા હોય છે જેમાં સ્ત્રી એ કાર્ય ને આધીન ન હોય પરંતુ કેહવાય છે ને બધા ધર્મથી મોટો ધર્મ માનવતાનો છે. આપણા હિન્દૂ ધર્મમાં અંતિમ ક્રિયાને ખૂબ જ માનવામાં આવે છે જે માત્ર પુરુષોના હાથે જ થાય છે પરંતુ આજે આપણે એક એવા શમસાન ગૃહની વાત કરવાની છે જ્યાં 15 સ્ત્રીઓ અંતિમક્રિયાનું કાર્ય કરે છે.ખરેખર આ એક સરહાનીય અને પ્રેરણાદાયી વાત છે.
આ કોરોના કારણે પોતાના જ સ્વજનોનું મોઢું તો નથી શકતા પરતું આપણે તેમને હાથ પણ નથી અડાળી શકતા આવી પરિસ્થિતિમાં તેમનું અંતિમક્રિયાનું કાર્ય મહિલાઓ દ્વારા કરાવમાં આવે છે.કઠણ કાળજા ભરેલી કપરી કામગીરી સુખપર ગામમાં રાષ્ટ્ર સેવા સમિતિની 15 સેવિકાઓ કરી રહી છે.છ દિવસથી પ્રારંભ આ કામગીરીમાં ગ્રામીણ મહિલાઓ સ્મશાનભૂમિની સફાઈથી લઇ મૃતદેહને અગ્નિદાહ આપવા સુધીની તમામ કામગીરી ધગસ ભેર હિંમતથી કરી રહી છે.
ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાંથી આવતા તમામ કોરોનાના મૃતદેહોને અહીં તેમજ ખારી નદી ખાતે અગ્નિદાહ આપવામાં આવે છે. રામપરવેકરા, ભુજ, માનકુવા અને સુખપરના 50 જેટલા સેવકભાઈઓ પણ આ કામગીરીમાં સંકળાયેલા છે. સુપર ખાતે રાષ્ટ્ર સેવા સમિતિની સેવિકાઓની પડખે સ્વામિનારાયણ પ્રસાદી ગામ એવા સુખપર સ્વામિનારાયણ મંદિરની સાંખ્યયોગી બહેનો પણ પોતાનો સહયોગ આપી રહી છે.
આટલું જ નહીં તેઓ પૂજન વિધિની સામગ્રી તેમજ આ કામગીરી સાથે સંકળાયેલી સેવિકાઓ અને ઓની ભોજનની વ્યવસ્થા કરીને પણ સાંખ્યયોગીની બહેનો પોતાની રાષ્ટ્રીય સેવા બજાવી રહ્યા છે ખરેખર આ ખૂબ જ સેવાભાવી અને સરહાનીય વાત છે.