મહિલા પ્રિન્સિપાલ જે સ્યુસાઈડ નોટ મા લખ્યુ તે વાંચી આંખ મા આંસુ આવી જશે…
એક રીપોર્ટ મુજબ અરવલ્લી જિલ્લાના માલપુરના રહેવાસી ભાવનાબેન ડામોર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા અને પતિ અને બે બાળકો સાથે રહેતા હતા. ભાવનાબેન ડામોરે આજે બુધવારે સવારે શાળાના શૌચાલયમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
સ્યુસાઈડ નોટ મા પોતાએ શા માટે આત્મ હત્યા કરી છે તે જણાવ્યું હતુ. સ્યુસાઈડ નોટ મા તેવો એ લખ્યુ હતુ કે… તેણી કોઈના દબાણમાં આવ્યા વગર જાતે જ આપઘાત કરે છે. છેલ્લા કેટલાક મહિલાઓથી તેણીની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ મહિલાએ તમામ લોકોની માફી પણ માંગી છે. પત્રમાં પતિને સંબોધીને લખાયું છે કે, બંને બાળકોને સાચવજો. મહિલાએ લખેલી સુસાઇડ નોટના અંશો..
મારી માનસિક સ્થિત ખરાબ: ‘હું ડામોર ભાવનાબેન હોશમાં રહીને આ ચિઠ્ઠી લખું છું. મારી મોત પાછળ હું પોતે જવાબદાર છું. છેલ્લા કેટલાય મહિનાથી મારી માનસિક સ્થિતિ બહુ જ ખરાબ છે. મારા વિચારો મારા કન્ટ્રોલમાં જ નથી રહેતા. હું હારી ગઈ છું. મેં ઘણી હિંમત કરી આગળ વધવા માટે પણ મારું મગજ એવું ગાડું થઈ ગયું છે કે મને મરવાની પરિસ્થિતિમાંથી બહાર જ નીકળવા નથી દેતું
અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ: “ભગવાને મને બધુ જ આપ્યું છે. હું તેમનો આભાર માનું છું. મારો જીવ મારા બે બાળકોમાં અને પતિમાં રહેશે. મારા પતિએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. બંને એક બીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. મને વિશ્વાસ છે કે મારા ગયા પછી મારા પતિ મારા બાળકોને દુઃખ નહીં પડવા દે. તે એમનું મારા કરતાં પણ ખૂબ સરસ રીતે ધ્યાન રાખે છે અને રાખશે. હું સૌ કોઈની માફી માગું છું.”
મારાથી આવું પગલું ભરાઈ જવાનું છે: “હું મારા પપ્પાનું અભિમાન હતી પણ સોરી પપ્પા, મને માફ કરજો. મારી પરિસ્થિતિ એટલી ખરાબ કે હું મારી લાગણીને શબ્દોમાં લખી પણ નથી શકતી. મારો અનુભવ કહું છું કે મરવાનું પણ સહેલું નથી. મારી સાસરીમાં મારે કોઈ દુઃખ નથી બધા મને સારી રીતે ખૂબ સાચવે છે. કોણ મા પોતાના બાળકોને મૂકી મરી જાય પણ મારાથી આ પગલું ભરાઈ જવાનું છે.”
પોલીસ ટીમને પણ કહું છું કે મારા મોત પાછળ મારા પરિવારને જવાબદાર સમજી એમને હેરાન ન કરતાં. મારું પોસ્ટમોર્ટમ કરવાની પણ જરૂર નથી. હું જાતે જ આ પગલું ભરુ છું. “