મહીલાઓ માટે ચેતવણી રુપ કીસ્સો, શૌચાલય મા ફોન છુપાવી કરતો હતો વિડીઓ રેકોડ
હાલ ઘણા કિસ્સા ઓ એવા બને છે કે જે ચેતવણી રુપ હોય છે તાજેતર મા જ એક એવો કીસ્સો સામે આવ્યો છે જે મહિલા ઓ માટે સતર્કતા અને સાવધાની રાખવાનુ સુચવી જાય છે.
જાણવા મળતી વિગતો અનુસાર આરોપી મોહન મારવાડી નરોડા ખાતે આવેલી લોખંડની ટ્રેડીંગ કંપનીમાં પટાવાળા તરીકે કામ કરતો હતો.
જેણે કંપની ના શૌચાલય મા ગુપ્ત રીતે મોબાઈલ છુપાવ્યો હતો. જે મોબાઈલ કંપનીના મહિલા કર્મચારીના હાથે લાગ્યો હતો. તેમાં મહિલાનો પણ વીડિયો રેકોર્ડ થયો હોવાનુ સામે આવતા મહિલા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. શૌચાલયમાં છુપાવેલા મોબાઈલની હકિકત સામે આવતા મોહન મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો.
જોકે, કંપનીના સિક્યુરિટીએ તેને ઝડપીને પોલીસને સોંપ્યો છે. પોલીસે અરજીના આધારે મોબાઈલ કબજે કરીને તપાસ કર્યા બાદ વીડિયો રેકોર્ડ થયો હોવાનું સામે આવ્યું છે. જેથી મોહનની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય કોઈ વીડિયો રેકોર્ડ કર્યા છે કે કેમ? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.