મહીલા છેલ્લા 40 વર્ષ થી પુરુષ બની ને ખેતરે કામ કરવા જાઈ છે ! તેની દુખ ભરી વાત સાંભળી..
આજે એક એવી મહીલા ની વાત કરવાની છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી ખેતરે પુરુષ બની ને કામ કરવા જાઈ છે. આ મહિલા સફેદ પુરૂષો ના કપડા મા અને માથે સફેદ ટુવાલ બાંધી એકદમ પુરુષ ની માફક ખેતરે કામ કરવા જાઈ છે જેને જોઈને કોઈ કહી ના શકે કે આ એક મહીલા છે. આવુ કરવા પાછળ એક કારણ છે જે જાણી ને તમને પણ નવાઈ લાગશે.
એક રીપોર્ટ મુજબ દિલ્લી થી 120 કીલો મીટર દુર આવેલુ એક ગામ કે જેનુ નામ મીરાપુર-દલપતરામ નામ નુ ગામ આવેલું છે ત્યા કમલા નામ ની એક મહિલા છેલ્લા 40 વર્ષ થી પુરુષ બની ને વાડીએ કામે જાઈ છે અને કમલા ની ઉમર હાલ 63 વર્ષ છે. કમલા નાનપણ થી જ ખેતરો મા કામ કરતી હતી અને મોટી થતા તેના લગ્ન કરી દેવામા આવ્યા હતા પરંતુ દોઢ જ વર્ષ મા તેના પતિ નુ મોત થયુ હતુ.
ત્યાર બાદ તેના લગ્ન તેના દેર સાથે કરવામા આવ્યા હતા પરંતુ તે લગ્ન પણ વધુ સમય સુધી ન્હોતા ટકયા અને તે તેના માતા પિતા સાથે રહેવા લાગી હતી હતી ત્યા તેના ભાઈ નુ મોત થતા ઘર ની જવાબદારી કમલા પર આવી હતી. અને પોતાના ભાઈ ની પત્ની અને તેના બાળકો ની જવાબદારી ઉઠાવવા ખેતર મા કામ કરવા લાગી પરંતુ ખેતર મા એકલા જાવાથી ડર લાગતો હોવાથી તેણી એ પુરષ નુ રુપ ધારણ કરી લીધુ અને પોતાના વાળ પણ કપાવી નાખ્યા અને માથા પર પાઘડી બાંધી લીધી.
કમલા નુ માનવુ છે કે જો મહીલા એકલી જતી હોય તો પુરૂષો નુ ધ્યાન તેના પર પડે છે પરંતુ પુરષ એકલો જતો હોય કોઈ ધ્યાન નથી દેતું. કમલા એ પોતાનુ આખુ જીવન તેના ભાઈ ના બાળકો ની સેવા મા સમર્પિત કર્યુ અને આજે પણ પોતાના માટે એક ઘર શોધી રહી છે. અને આજે પણ એક મહિલા આપણા સમાજ મા અસુરક્ષતા અનુભવે છે એ આ એક જીવતું જાગતું ઉદાહરણ છે.