મહીલા પ્રિન્સિપાલે સ્કૂલ મા જરી લીધો આપઘાત! ચાર પાના ની લખી સ્યુસાઇડ નોટ
કોરોનાકાળ મા આત્મહત્યા ના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર ના નસવાડી તાલુકા ના કુકરદા ગામે એક મહિલા પ્રિન્સિપાલે સ્કુલ મા જ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો હતો.
એક રીપોર્ટ મુજબ અરવલ્લી જિલ્લાના માલપુરના રહેવાસી ભાવનાબેન ડામોર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા અને પતિ અને બે બાળકો સાથે રહેતા હતા. ભાવનાબેન ડામોરે આજે બુધવારે સવારે શાળાના શૌચાલયમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત નુ કારણ હજુ અંકબંધ છે પરંતું ચાર પાના ની સ્યુસાઈડ તેમની પાસે થી મળી આવી છે એટલે આત્મહત્યા શા માટે કરી તેનો ખુલાસો થય શકે છે.
આત્મહત્યા કરનાર ભાવનાબેન ડામોર ના પતિ જયદિપ ડામોર નુ કહેવું છે તેવો ને ઘરમા કોઈ પરેશાની કે પતિપત્ની વચ્ચે પણ કોઈ પ્રોબ્લેમ ના હતો જો કે છેલ્લા 4 મહિનાથી તે સ્કુલના પ્રિન્સિપાલ બન્યા બાદ તે સતત માનસિક તણાવ મા રહેતી હતી. આ કારણે આવુ પગલુ ભર્યુ હોય તેની શક્યાતા છે.