મારા પિતાના અવસાન પર કોંગ્રેસના એક પણ મોટા નેતા ઘરે આવ્યા નથીઃ હાર્દિક પટેલ
હાલ ગુજરાત નુ રાજકારણ ઘણુ ગરમાયુ હતુ જ્યારે નરેશ પટેલે એવુ નિવેદન આપ્યુ હતુ કે ગુજરાત નો સી એમ પાટીદાર હોવો જોઈએ આ ઉપરાંત ઈસુદાન ગઢવી પણ આપ મા જોડાયા ત્યાર બાદ હાર્દિક પટેલે જે નિવેદન આપ્યુ તેનાથી સૌ કોઈ ચોકી ગયા હતા.
હાર્દિક પટેલે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે “મારા પિતાના અવસાન પછી રાજ્ય અને દેશના ઘણા નેતાઓના સાંત્વના માટેના ફોન અને મેસેજ આવ્યા પરંતુ ગુજરાત કોંગ્રેસમાંથી કોઇ મોટા નેતાઓ મારા ઘરની મુલાકાત આજદિન સુધી લીધી નથી.” હાર્દિક પટેલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ નક્કી કરવાની મગજમારી દિલ્હીમાં ચાલી રહી છે.
જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત ની મુલાકાતે આવ્યા ત્યારે એવી અનેક અટકળો લાગી હતી કે હાર્દિક પટેલે આમ આદમી પાર્ટી મા જોડાશે પણ આવુ બન્યુ નહી પરંતુ હાર્દિક પટેલે ના આ નિવેદન ની ઘણો ફેર પડે છે અને આગામી 2022 ની વિધાનસભા ની ચુંટણી સુધી મા ગુજરાત ના રાજકારણ મા મોટી ફેર બદલ થાય તેવુ લાગી રહ્યુ છે.