મુંબઈના એક યુવકે પોતાની 22 લાખની SUV વેંચી સેવાકાર્ય માટે ઓક્સિજન સિલિન્ડર લીધા.
હાલમાં મનુષ્ય પર કોરોનાનો કહેર વર્તાય છે, ત્યારે સૌ મનુષ્ય એક બીજાની માનવતા દાખવી રહ્યા છે અને સૌ કોઈ પોતાની યથા શક્તિ મુજબ સહયોગ આપી રહ્યા છે. મંદિરો, આશ્રમ, સેવાભાવી સંસ્થાઓ, અથવા લોકો વ્યક્તિગત અને જૂથ બનાવીને પણ પોતાનાં જીવન જોખમમાં લોકોની સેવા કરી રહ્યા છે. ખરેખર આ સમય માનવતાની શક્તિ બતાવવાનો છે. ઈશ્વર સ્વંયમ તો ન આવી શકે પરંતુ તેમને મનુષ્યને બીજા દુઃખો સમજવાની શક્તિ આપી છે.
બસ આવું જ કંઈક એક યુવાને પણ કર્યું તેને પોતાની પરવહા કર્યા વગર કોરોરના દર્દીઓ માટે પોતાના શોખ અને સંપત્તિ વેચી મારી. વાત જાણે એમ છે.મુંબઈના એક યુવાને જેનું નામ શાહનવાઝે છે જેને લોકોની મદદ કરવા માટે થોડાક દિવસ પહેલાં પોતાની 22 લાખ રૂપિયાની SUV કાર પણ વેચી દીધી હતી.
શાહનવાઝે પોતાની ફોર્ડ એન્ડેવર કાર વેચીને તેમાંથી જે પૈસા મળ્યા તેમાંથી તેણે ઓક્સિજનના160 સિલિન્ડર ખરીદી જરૂરિયાત લોકોને મફતમાં પહોંચાડ્યા હતા. શાહનવાઝે જણાવ્યું હતું, ”ગયા વર્ષે લોકોની મદદ દરમિયાન મારી પાસે પૈસા પૂરાઈ ગયા હતા. ત્યાર પછી મેં મારી કાર વેચવાનો નિર્ણય કર્યો હતો.”
શાહનવાઝે જણાવ્યું હતું કે ગયા વર્ષે કોરોનાના પહેલા વેવમાં તેના મિત્રની ગર્ભવતી પત્નીએ ઓક્સિજનની અછતના કારણે ઑટો રીક્ષામાં જ દમ તોડી દીધો હતો. ત્યાર બાદ તેણે નિર્ધાર કર્યો હતો કે હવે મુંબઈમાં દર્દીઓ માટે ઓક્સિજન સપ્લાઈનું કામ કરશે. લોકોને સમયસર મદદ માટે શાહનવાઝે એક હેલ્પલાઈન નંબર જારી કરી વોર. જાન્યુઆરીમાં ઓક્સિજન માટે 50 કૉલ આવતા હતા, જ્યારે આજે 500થી 600 કૉલ દરરોજ આવી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અમે ફક્ત 10થી 20 ટકા લોકોને જ મદદ પહોંચાડી શકે છે પરંતુ ખરેખર આ એક સેવાકાર્ય છે.