Entertainment

મુકેશ અંબાણી આકાશ અંબાણીની કઈ કરતૂતથી થયા હતા નારાજ, કે જેથી આકાશ અંબાણીને માંગવી પડી હતી એક વોચમેન પાસે માફી!!! જાણો આખી હકીકત…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં માલિક મુકેશ અંબાણી અને તેમના પત્નિ નિતા અંબાણીના હંમેશાથી એવા પ્રયાસો રહ્યા છે કે, તેમના બાળકોને કોઈ દિવસ એવા વિચાર ન આવે કે તેઓ કરોડપતિ પિતાની સંતાનો છે. નિતા અને મુકેશ અંબાણી ગરીબ પરિવારો માટે અનેક ચેરિટી કરતા આવ્યા છે, તેવામાં જાણો એવું તો શું બન્યું કે આકાશ અંબાણીને માંગવી પડી હતી એક વોચમેન પાસે માફી. તમને જણાવી દઈએ કે નિતા અને મુકેશ અંબાણીને ૩ સંતાનો ઈશા, આકાશ અને અનંત અંબાણી છે, અને તેઓ એ પોતાના બાળકોનો ઉછેર કઈક એવી રીતે કર્યો છે કે તેઓ હંમેશા ડાઉન ટૂ અર્થ રહે, અને સામાન્ય માણસોને આદર અને માનથી સંબોધિત કરે. પણ આવામાં આકાશ અંબાણીએ કઈક એવું કર્યું કે જેથી પિતા મુકેશ અંબાણી આકાશ પર નારાજ થઈ ગયા હતા. આકાશને ખૂબ ઠપકો આપ્યો, અને તેમણે આકાશ અંબાણીને વોચમેન પાસે માફી પણ માંગવા કહ્યું હતું.

થોડાક વર્ષો પહેલા સિમી ગરેવાલનાં ટોક શો “રન્ડેઝવસ વિથ સિમી ગરેવાલ” માં મુકેશ અંબાણી અને નિતા અંબાણી આમંત્રિત હતાં, ત્યાં માતા નિતા અંબાણીએ સિમી ગરેવાલ સાથે આ આખી ઘટનાનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મુકેશ અંબાણી એક ખુબજ સારા પિતા છે, પણ જ્યારે સંસ્કારોની વાત આવે છે ત્યાં મુકેશ અંબાણી પોતાના બાળકોને તેઓ ક્યાં ખોટા છે તે શીખડાવવામાં ક્યારેય પણ પીછેહટ નથી કરતા ભલે પછી આ માટે તેમણે બાળકોને ઠપકો પણ આપવો પડે. એક વખત આકાશ અંબાણી પોતાના વોચમેન સાથે ખુબ જ ઉચા અવાજે વાત કરતો હતો, તે જોનારા દરેક લોકો ને લાગ્યું હતું કે આકાશ અંબાણી વોચમેનને ઠપકો જ આપી રહ્યો છે, આ આખું દ્રશ્ય મુકેશ અંબાણી પોતાની બાલ્કનીમાંથી જોઈ રહ્યા હતા. તે સમયે તો મુકેશ અંબાણી કઇ ન બોલ્યા, પણ જેવા આકાશ અંબાણી ઘરમાં પ્રવેશ્યા કે તરત જ મુકેશ અંબાણીએ ગંભીરતાથી આકાશ અંબાણીને ઠપકો આપ્યો.

મુકેશ અંબાણીએ ઠપકો આપતાં આકાશ અંબાણીને સમજાવ્યું કે વડીલો સાથે કઇ રીત થી વાતચિત કરવી જોઈએ, અને તેમને તાત્કાલિક વોચમેન પાસે જઇ પોતે કરેલી ભૂલની માફી માંગવા કહ્યું. આકાશ અંબાણીને પણ પોતે કરેલી ભૂલનો પસ્તાવો થયો અને તેમણે તરત જ વોચમેન પાસે જઇને માફી માંગી. વધુમાં તેમણે પિતા પાસે જઈ પિતાને પણ વચન આપ્યું કે, “મારી ભૂલ થઈ હતી, હવે પછી ક્યારેય પણ આવી ભૂલ નહિ થાય”.

આ આખી ઘટના દર્શાવે છે કે અંબાણી દંપતિ કેટલી હદે પોતાના બાળકોને નિતી અને વિનમ્રતા જેવા સંસ્કારો શીખવે છે, અને બીજા કેટલાય માતા પિતા સામે પોતાની એક આદર્શ છબી ઉભી કરે છે. આમ દરેક માતા પિતા પોતાના સંતાનોને વારસામાં બીજું કાઇપણ ન આપે તો ચાલશે પરંતુ સાચી નીતિથી જીવન જીવવું અને સંસ્કારોનું જતન આવા ગુણો જરૂરથી આપવા જ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!