મૃત્યુ પામેલા કોરોના દર્દી ને અડવાથી કોરોના નો ચેપ લાગવાની કેટલી શક્યતા??
હાલ ની કોરોના કાળ ની કપરી પરિસ્થિત મા અનેક લોકો એ પોતાના સ્વજનો ને ખોયા છે ત્યારે પરીવાર ના અન્ય સભ્યો ને પણ કોરોના નો ભય રહેતો હોય છે ત્યારે સવાલ થાય કે મૃત્યુ પામેલા કોરોના ના દર્દી ને અડવાથી કોરોના નો ચેપ લાગશે કે નહી???
એઈમ્સમાં કાર્યરત ડૉ. પ્રવીણ ગુપ્તાએ કોવિડ અંગે ના ઘણા બધા સવાલો ના જવાબ આપ્યા હતા. જેમા થી આ એક સવાલ પણ મુખ્ય હતો કે મૃત્યુ પામેલા કોરોના ના દર્દી ને અડવાથી કોરોના નો ચેપ લાગે કે નહી ??? તેના જવાબમાં ડૉ. પ્રવીણ ગુપ્તાએ કહ્યું હતું કે, ‘જ્યારે પણ કોરોનાના દર્દીનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃતદેહને કવર કરીને આપવામાં આવે છે. આ સંજોગોમાં તેનાથી કોરોના ફેલાવાનું જોખમ ઘટી જાય છે. કોરોના હવા દ્વારા ફેલાય છે અને મૃતદેહ શ્વાસ નથી લેતો, નથી ખાંસી ખાતો કે નથી છીંક ખાતો. આ કારણે કોઈ ડેડબોડીથી કોરોના નથી થતો.
આ ઉપરાંત તેવો એ સલાહ આપી હતી કે મૃતદેહ ઊડ્યા પછી હાથ ધોવા ખુબ જરુરી છે અને કોરોના ની ગાઈડલાઈન નુ પાલન કરવુ ખુબ જરુરી છે.