મોંઘીદિટ કાર મા લાખો રુપિયા ના દારુ નો હેરફેર કરતુ હતુ કપલ ! ચોર ખાના જોઈ ને પોલીસ પણ ચોકી ગઈ
ગુજરાત મા દારુ બંધી હોવાને કારણે પોલીસ દ્વારા અનેક જગ્યા એ દરોડા પાડી અને બાતમી ને આધારે લાખો રુપીયા નો દારુ ગુજરાત માથી પકડાય છે અને ઘણી વખત દારુ ની હેરાફેરી કરતા એવા કીમીયા ઓ સામે આવે છે કે જાણી ને આપણે અચંબીત થય જતા હોઈએ છીએ.
આવી જ એક ઘટના વલસાડ મા પણ સામે આવી જે જેમા મોંઘીદાટ ગાડી મા દારુ ની હેરફેર થતી હતી આ કિસ્સા મા વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાંચને મળેલી એક ચોક્કસ બાતમીને આધારે પોલીસની એક ટીમ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વૉચમાં હતી. જયા કારની સઘન તપાસ કરતા વિદેશી બ્રાંડની દારૂની અનેક બોટલ મળી આવી હતી. પોલીસે કારચાલકને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા અંદાજે રૂ.2.41 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. વલસાડ ક્રાઈમ બ્રાંચે આ કેસમાં કુલ 22.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે કારચાલક સુનિલ પટેલ, માયા પટેલ તથા ધવલ પટેલ, મહેશ પટેલની દારૂની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.
આ કેસ મા પોલીસ ના ચકમો આપવા બુટલેગર દ્વારા મોંઘીદાટ કાર નો ઉપયોગ કરાયો હતો અને કાર મા અનેક ચોર ખાના હતા તે જોઈ ને પોલીસ પણ ચોકી ગય હતી. પોલીસ ને ચકમો આપવા મોંઘીદાટ કાર અને સારા ઘર નુ કપલ વાગે અને દારુ ની હેરફેર આસાન બને તે માટે બુટલેગર દ્વારા આ કાર નો ઉપયોગ કરવામા આવ્યો હતો.