મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરવાથી તમારા જીવનમાં અનેક લાભ થશે.
દરેક પુરુષોમાં તેમની કલ્પનાઓ ને તેમની પસંદગી અલગ અલગ હોય છે. દરેક યુવાન સુંદર સ્ત્રીની ઝંખના કરતો હોય અને તેને પરણવા માંગતો હોય છે. કેટલાક એવા યુવાનો પણ હોય છે જેમને તેમનાથી મોટી ઉંમરની મહિલાઓ વધુ પસંદ હોય છે. આમ જોઈએ તો તેનું એક ફાયદો પણ છે.આજે આપણે જાણીશું કે મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરવાથી શું લાભ થાય છે અને જીવનમાં શું ભાગ ભજવે છે.
આપણા હિન્દૂ ધર્મમાં લગ્નનો ખૂબ જ મહત્વ છે તેના થી બે અજાણ વ્યક્તિ અને બે પરિવાર વચ્ચે સંબધ પાંગરે છે.
લગ્ન સંસ્કાર વિના જીવનની કલ્પના નથી કરી શકાતી. ઘર, સંસાર અને વિશ્વનું અસ્તિત્વ સાત ફેરામાં સમાયેલું છે. આજે લગ્ન એ જીવની એક નવી શરૂઆતનો માર્ગ છે જેમાં તમારો સાથીદાર કેવો છે તે મહત્વનું બને છે.
લગ્ન વિશે મોટા ભાગના લોકોનું એવું માનવું છે કે છોકરા કરતા છોકરીની ઉંમર નાની હોવી જોઈએ. આવું દરેક જગ્યાએ જોવા પણ મળે છે કે છોકરા કરતા છોકરીની ઉંમર મોટાભાગે નાની જ હોય છે. પણ હવે આપણે વાત કરવાની છે મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવા થી શુ ફાયદા થાય છે તેના વિશે.
ચાણક્યે પોતાના ગ્રંથ ચાણક્યનીતિ માં આ વિશે વિસ્તૃત માહિતી આપી છે તેવીજ રીતે મહાન વિચારક ઓશો દ્વારા પણ હંમેશા કહેવાયું છે કે પોતાની ઉંમરથી મોટી સ્ત્રી સાથે જ હંમેશા લગ્ન કરવા જોઇએ.
જવાબદારી સંભાળી શકે છે.આચાર્ય ચાણક્યના મતે પતિથી ઉંમરમાં મોટી છોકરી પોતાના થી ઉંમરમાં નાની છોકરીઓ કરતા જવાબદારી વધુ સારી રીતે નિભાવી શકે છે કેમકે તે વધુ પરીપક્વ હોય છે. જો ઉંમરમાં નાની છોકરી હોય તો હજુ પણ તે પતિને યોગ્ય માર્ગદર્શન ના આપી શકે.
ઉંમરમાં મોટી છોકરી પતિની સાથે ખભેખભા મિલાવીને જવાબદારીનો સામનો કરી શકે છે તેમજ વધુ પ્રેમાળ હોય છે અને આત્મનિર્ભરની સાથે સમજદારી વધુ હોય છે જે સંબંધને ટકાવી રાખે છે. સમયની સાથે ચાલી શકે અને પરિવારને એકજુઠ સાચવી શકે છે અને ખાસ આ જ કારણે તેનાંથી લગ્નજીવન વધુ ગાઢ બને છે.