મોડી રાત્રે સૌરાષ્ટ્ર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા! આ દરિયા કીનારામાં એપી સેન્ટર હતું.
એક તરફ વાવાઝોડું આવી રહ્યું છે, ત્યારે અનેક પરિસ્થિતિ સર્જાય છે, આપણે સૌ આ સમયમાં સાવચેત રહેવાની જરૂર છે અને ખાસ કરીને તો અફવાથી દૂર રહેવું જોઈએ.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી મળી રહી છે. ખરેખર આપણા થી કંઈક ભૂલ થઈ જ હશે જેના લીધે કુદરત જાણે માનવતા થી આટલી રિસાઈને બેઠી છે.
સમગ્ર સૌરાષ્ટ્ર પંથક તેમજ આજુબાજુનાં વિસ્તારમાં અનેક ગામડાઓ અને શહેરમાં કાલ દિવસથી વાદળો છવાઈ ગયા છે તેમજ વાતાવરણ બદલાઈ ગયું છે, ત્યારે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઉના અને અમેરેલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8ની નોંધવામાં આવી રહી છે.
ઍવું જાણવા મળ્યું છે કે અનેક ભાગોમાં મોડીરાત્રે અનુભવાયેલો ભૂકંપ રાત્રે 3 વાગ્યેને 37 મિનિટે આવ્યો હતો. દીવના દરિયાની અંદર ભૂકંપનું એપી સેન્ટર નોંધવામાં આવી રહ્યું છે. દરિયામાં 10 કિલોમીટર ઉંડે ભૂકંપનું કેન્દ્ર બીદુ છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે દ્વારકાધીશની દયા થી શું ફરી આ વાવાઝોડું પોતાની દિશા બદલશે કે આ વખતે ગુજરાત પર સંકટ છવાઈ રહેશે.