યુપી સરકારનો મોટો નિર્ણયઃ હવે વૃદ્ધ માતા-પિતાને ન સાચવતા બાળકોની ખેર નથી…
વડીલ માતા-પિતાની સેવા ન કરનારા બાળકોને લઈને યોગી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી જે સંતાનો પોતાના વૃદ્ધ માતા-પિતાની સેવા નહી કરે તેમની ખેર નથી. યોગી સરકારે કરેલા નવા નિર્ણય અનુસાર જે બાળકો વૃદ્ધ માતા-પિતાની સેવા નહી કરે અને તેમની સેવા નહી કરે તેમને પણ ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે. ઉત્તર પ્રદેશ સ્ટેટ લો કમિશને આ મામલે મુખ્યમંત્રી યોગિ આદિત્યનાથને પ્રસ્તાવ સોંપી દિધો છે. આ અંતર્ગત માતા-પિતા તેમજ વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ કાયદો 2007 માં સંશોધનનો પ્રસ્તાવ સોંપવામાં આવ્યો છે.
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વડીલ ફરિયાદ કરે છે કે, તેના બાળકો તેની સારસંભાળ નથી રાખતા તો માતા-પિતા તરફથી પોતાના બાળકોને આપવામાં આવેલી સંપત્તિ અને રજિસ્ટ્રી તેમજ દાનપત્રને નિરસ્ત કરી દેવામાં આવશે. પ્રસ્તાવમાં એપણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ બાળ અથવા સંબંધી વડીલોના ઘરમાં તેમની સાથે રહે છે અને તેમની સાથે દુર્વ્યવહાર કરે છે અથવા તો તેમની સારસંભાળ નથી રાખતા તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે.
હકીકતમાં યૂપીએસએલસીએ કાયદાનું અધ્યયન કર્યા બાદ પહેલા સોંપેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ઘણીવાર બાળકો જ પોતાના વડીલ માતા-પિતાને તેમની પ્રોપર્ટીમાંથી બેદખલ કરી દેછે અથવા તો તેમને ઘરમાંથી કાઢી મૂકવા માટે તેમની સાથે ખરાબ વર્તણૂંક કરે છે, જેને ધ્યાને રાખતા આ પ્રસ્તાવ આપવામાં આવી રહ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોટાભાગના મામલાઓમાં એપણ જોવા મળ્યું છે કે, બાળકો પ્રોપર્ટીના એક મોટા ભાગ પર કબ્જો કરી લે છે અને માતા-પિતાને રહેવા માટે એક નાનકડી જગ્યા આપી દે છે. એટલા માટે વૃદ્ધો સારુ અને સન્માનિત જીવન જીવી શકે તે માટે આ કાયદો જરૂરી છે.