યુવકે પોતાની જ પત્નીનાં લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા! જાણો શા માટે આવું કર્યું.
જગતમાં પ્રેમથી મોટું કંઈ નથી એ વાત તો સાચી છે અને પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ પણ અતૂટ સંબધ હોય છે ત્યારે આ જીવનમાં કોઈ ત્રીજું પાત્ર આવે ત્યારે ખરેખર અનેક વિકટ પરિસ્થિતિનું સજર્ન થાય છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના ઘટી છે જેના લીધે તમે સૌ કોઈ ચોકી જશો. એક પતિ એ પોતાની પત્ની નાં લગ્ન તેના જ પ્રેમી સાથે કરાવ્યા. આ સાંભળતા જ તમને નવાઈ લાગશે કે આવું કંઈ રીતે બની શકે છે.
ચાલો ત્યારે જાણીએ કે ખરેખર શું ઘટના ઘટી હતી. વાત જાણે એમ છે કે,બિહારના સુલ્તાનપુરમાં એક યુવકે તેની પત્નીનાં લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા. સાત વર્ષ પહેલા ખગડિયા જિલ્લામાં રહેતી સપના કુમારીના લગ્ન સુલ્તાનગંજમાં રહેતા ઉત્તમ મંડલ સાથે થયા હતા. લગ્નના થોડાં દિવસો સુધી તો બધુ બરાબર ચાલ્યું, પરંતુ ત્યારબાદ એક સંબંધી સાથે સપનાની આંખો ચાર થઈ ગઈ અને પ્રેમ સંબંધ ગાઢ બની ગયો
. જ્યારે ઉત્તમને પત્નીના પ્રેમ પ્રસંગ વિશે જાણકારી મળી તો તેણે તેનો વિરોધ કર્યો. પરંતુ સપના હંમેશાં એમ જ કહેતી કે તેને રાજુ કુમાર સાથે પ્રેમ છે. આ અંગે ઉત્તમે સપનાના ઘરના સભ્યોને ફરિયાદ કરી, છતા સપના ના માની. આથી, આખરે સપનાના પતિએ પોતાની સહમતિ આપી દીધી અને પોતાના જ રાજુ કુમાર સાથે તેના લગ્ન પરિવારની હાજરીમાં કરાવી દીધા આ યુવતીને બે સંતાન હતા છતાં પણ તેમને પોતાના પ્રેમનું બલિદાન આપ્યું