યુવક ત્રણ કલાક ગામ નો વિજ પૂરવઠો બંધ કરી દેતો
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમ મા લોકો શુ કરે તેનુ ભાન હોતુ નથી ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે જાણી ને નવાઈ લાગશે ! એક પ્રેમી પોતાની પ્રેમીકા ને મળવા માટે ગામ નો વિજ પૂરવઠો 3 કલાક બંધ કરી દેતો હતો. વાત સાંભળી ને ખોટુ લાગશે પણ આ સત્ય હકીક્ત ઘટના બિહારની છે તો આવો જાણીએ આ પુરી ઘટના વિશે.
બિહાર ના પૂર્ણિયા જિલ્લા ની આ ઘટના છે જેમાં એક વીજ હેલ્પર તરીકે નુ કામ કરતા યુવક ને એક ગામ ની યુવતી સાથે પ્રેમ થયો અને યુવતી ને મળવા માટે રોજ 3 જેટલી કલાંક વિજ પૂરવઠો બંધ કરી દેતો જ્યારે આ બાબત ની જાણ ગામ લોકો ને થઈ તો પ્રેમી ને ગામ ના લોકો એ સજા આપી જેમા તેનુ અડધુ માથુ મુંડન કરવામા આવ્યુ અને ચંપલ નો હાર પહેરાવવા મા આવ્યો. જયારે બાદ પ્રેમી અને પ્રેમિકા ના લગ્ન કરી દેવામા આવ્યા.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ બનાવ કૃત્યાનંદ નગર પોલીસ મથક વિસ્તારના ગણેશપુરા પંચાયતના આદિવાલી ટોલાનો છે. પાગલ પ્રેમી ની વાત કરવામા આવે તો તેનુ નામ સુરેન્દ્ર રાય છે અને તે પ્રેમીકા ના મળવા માટે આ પ્રકાર નુ કારસ્તાન કરતો હતો જયારે એક દિવસ ગામ લોકો એ તેને રંગે હાથ ઝડપી લીધા હતા.
આ યુવક અને યુવતી વચ્ચે છેલ્લા પાંચ વર્ષ થી પ્રેમ સંબંધ હતો જયારે આ સમગ્ર હકીકત સામે આવી ત્યારે ગામ લોકો પણ ચોકી ગયા હતા.