યુવાન કોન્સ્ટેબ હજુ દોઢ મહિના પહેલા પિતા બન્યો હતો, પુત્રને પિતાનો પ્રેમ મળે એ પહેલા જ..
જ્યારથી કોરોના આવ્યો છે, ત્યારથી આપણે અનેક પરિવારની કરુણદાયક ઘટના વિશે સાંભળી રહ્યા જ છીએ, ત્યારે આજે આપણે એક એવા જ પરિવારની દર્દનાક ઘટના વિશે સાંભળવાનું છે જેને જાણીને તમે ચોંકી જશો. વાત જાણે એમ છે કે,એક પછી એક પરિવાર આફત આવી પહોંચી હતી
પંચમહાલ જીલ્લામાં કોરોનાની બીજી લહેર કહેર વરસાવી ગઈ છે. જેમા કોરોના વોરિયર સફાઈ કર્મીઓ, મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. પંચમહાલ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ આશિષ કુમાર પટેલનું કોરોનાથી નિધન થયું હતું. હજું તો થોડા સમય પેહલા તેમના પરિવારે આશિષભાઈની બહેન ના માઠા સમાચાર સાંભળ્યા હતા. તેમને હાલોલ ગ્રામ્ય પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને વિદાય આપી હતી.
તેમને હાલોલ પાસેના તાજપુરા ખાતેના કોવિડ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ગત ત્રણ દિવસથી તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ હતા. જોકે આ દરમિયાન તેમની તબિયત વધુ લથડી પડી હતી. તબીબોએ તેમને બચાવવાના તમામ પ્રાયાત્નો કર્યા પરંતુ સારવાર કારગર ન નિવડતા આખરે તેમણે દેહ છોડયો હતો. તેઓ પત્નિ, પુત્રીઓ, તેમના દોઢ માસના પુત્રને વિલાપ કરતા મૂકી ગયા. હતા ખરેખર હવે કુદરત ક્યારે થાકશે એ સમજાતું નથી.