.રક્ષાબંધન પહેલા એક ભાઈએ બહેન ને એવી ગીફ્ટ આપી કે બહેન નો જીવ બચી ગયો…
ભાઈ બહેન નો સંબંધ ખુબ અમુલ્ય માનવા મા આવે છે સામાન્ય રીતે જો પરોવાર મા નોક જોક અને નાનો મોટો ઝગડો હાલતો હોય તો એ ભાઈ બહેન નો જ હોય છે પરંતુ આમા પણ પ્રેમ છુપાયેલો હોય છે. ત્યારે આવા જ ભાઈ બહેન નો પ્રેમ નો એક કિસ્સો આપણી સામે આવ્યો છે જે જાણી ને આપણે કહેશુ કે દરેક બહેન ને આવો ભાઈ મળે…
સામાન્ય રીતે રીક્ષા બંધન મા ભાઈ બહેન ને ભેટ આપતો હોય છે અને બહેન રાખડી બાંધતી હોય છે. રક્ષા બંધન પહેલા જ ભાઈ એક
બહેન ને એવી ભેટ આપી છે કે બહેન જીવન મા ક્યારે પણ નહી ભુલી શકે. એક ન્યુઝ રીપોર્ટ મુજબ તાપી જીલ્લા ના વ્યારા તાલુકા મા એક 40 વર્ષ ની વાત નામની મહિલા ને છેલ્લા ચાર વર્ષ થી કીડની ખરાબ થય હોવાથી તે ઘણી તકલીફ મા હતી અને બીમાર હતી.
પરીવાર ના સભ્યો એ લતા ના ઈલાજ માટે અનેક હોસ્પીટલ મા ધક્કા ખાધા અને ઘણી મહેનત પણ કરી આખરે તેવૉ સુરત ના મિશન હોસ્પીટલ મા પહોંચ્યા હતા. નેફરોલોજી લોજી ના ડોક્ટર વાત્સા પટેલ ને દેખાડુયુ. અને તેવો એ પરોવાર ને કીડીની ટ્રાન્સપલાંટ કરવાનું સૂચન આપ્યુ. જ્યારે આ વાત ની જાણ લતા ના ભાઈ હિતેશ ને થય તો તેણે પોતાની કીડની બહેન ને આપવાનુ નક્કી કર્યુ અને પરીવારજનો ને પણ સમજાવ્યા.
જ્યારે પરીવાર માની ગયો ત્યાર બાદ ડોક્ટરો એ પણ પોતાનું કામ ચાલુ કર્યુ. હિતેશ ની કીડની કાઢી ને બહેન લતાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા આવી અને ઓપરેશન પણ સફળ રહ્યુ. નેફ્રોલોજી ડો.વત્સ, ડો.અનિલ પટેલ, યુરોલોજીના ડો.ચિરાગ પટેલ, ડો.કપીલ ઠક્કર, ડો.નરેન્દ્ર પારેખ, ડો.રામ પટેલ, અને અન્ય અનેક ડોક્ટરો સહીત નર્સિંગ સ્ટાફે આ ઓપરેશન કર્યુ હતુ. અને આ ઓપરેશન 7 કલાકમાં સફળ સાબિત થયું.
હિતેશ પોતાની બહેન ની કીડની આપી ઘણો ખુશ હતો અને તેણે જણાવ્યું કે પોતાની બહેન ની આ તકલીફ જોઈ ને ખુબ દુખી હતો એટલે જે તેણે પોતાની કીડની આપી હતી.