રાજ્ય સરકાર દ્વારા આ જ્ઞાતિનો OBCમાં સમાવેશ કરવામાં આવ્યો! હવે તેમને મળશે આ લાભ.
રાજ્ય સરકારે રાજ્યમાં વધુ એક જ્ઞાતિને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કર્યો છે. મારૂ કુંભાર નામની જ્ઞાતિનો સમાવેશ હવે પછી OBC કેટેગરીમાં થયો છે.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દરેક જ્ઞાતિ-સમાજના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ છે.
રાજ્ય સરકારે વધુ એક પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય લઇ “મારૂ કુંભાર” જાતિનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કર્યો છે.સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની યાદીમાં જણાવ્યાનુસાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ યાદીમાં ક્રમાંકઃ૯૯ ઉપર “કુંભાર” તથા તેની પેટા જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના કુંભાર જ્ઞાતિની પેટા શાખ “મારૂ કુંભાર” જાતિના કેટલાક અરજદારોને તેઓના દસ્તાવેજોમાં “મારૂ કુંભાર દર્શાવેલ હોવાના કારણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી પડતી હતી જે ધ્યાને આવતા રાજ્ય સરકારે આ મુશ્કેલી સત્વરે દૂર કરવા વિભાગને આદેશ કર્યો હતો.
જે અંતર્ગત “મારૂ કુંભાર” જાતિના અરજદારોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તે હેતુથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો.