વડોદરા ના મહીલા PSI જે કાર્ય કર્યુ તે જાણી ને તમે સલામ કરશોવડોદરા ના મહીલા PSI જે કાર્ય કર્યુ તે જાણી ને તમે સલામ કરશો
ગુજરાત મા કોરોના કાળમુખો બન્યો છે ત્યારે એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે જાણી દુખ અને કરુણતા ઉભી થાય એવી જ એક ઘટના વડોદરા મા પણ બની હતી.
વડોદરા મા કોરોના ની સારવાર લય રહેલી માતા ને મળવા 3 વર્ષ ની બાળકી છે જીદ પકડી હતી ત્યારે પિતા એ લાચાર બની રાત્રી કરફ્યુ હોવા છતા દિકરીને કાંગારુ બેગ મા રાખી હોસ્પીટલ જવા નીકળ્યા હતા જયા રસ્તા મા ઉભેલા મહિલા PIS કે.એચ રોયલાએ એ તેમને રોક્યા હતા અને સમગ્ર બાબત ની પુછ પરછ કરી હતી ત્યારે હરણી વિસ્તારમાં આવેલા યજ્ઞપુરુષ રેસિડેન્સીમાં રહેતા જશવંત પાટીલે એ સમગ્ર બાબત ની જાણ કરી હતી.
ત્યાર બાદ મહીલા PIS એ માનવાતા દેખાડતા હોસ્પીટલ અને ઘરે પાછા જવા માટે પોલીસ વાન ની વ્યવસ્થા કરી આપી હતી. જ્યારે માતા વગર એકલી પડેલી 3 વર્ષની ઈશાનીને મહિલા PSIએ માતાની હૂંફ આપી હતી અને પિતા-પુત્રી માટે જમવાની પણ વ્યવસ્થા કરી આપી હતી. આમ, મહિલા PSIએ પોતાની ફરજની સાથે સાથે પોલીસ પ્રજાનો મિત્ર અને માનવાતા પણ મહેકાવી હતી.