વાસ્તુ શાસ્ત્ર મુજબ તમારા ઘરનો દરવાજો કેવો હોવો જોઈએ.
આજે આપણે વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના દરવાજા વિશે માહિતગાર થઈશું. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મુખ્ય દરવાજો અતિ મહત્વનો હોય છે. આપણા ઘર ની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ કેવી ઉર્જા આવશે તે આપણા ઘર ના આર્કિટેચરીયલ ડિઝાન પર ખુબ જ આધાર રાખતું હોઈ છે. ઘર ની અંદર સ્ટોર રમ ક્યાં હોવો જોઈએ ત્યાં થી લઇ ને મુખ્ય દરવાજો ક્યાં હોવો જોઈએ તે બધી જ વસ્તુ ને નક્કી કરવા માટે વાસ્તુ ના નિયમો હોઈ છે તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ જાણો.
ઘરનો મુખ્ય દરવાજો એક જ લાઇનમાં હોવો જોઈએ નહીં. જ્યારે બંને દિશાની દિશા સમાન હોઈ શકે છે, સંરેખણ અલગ હોવું જોઈએ.આવું હોવા ના કારણે નેગેટિવ ઉર્જા સીધી રીતે ઘર ની અંદર પ્રવેશી શક્તિ નથી.
ઘર માટે શ્રેષ્ઠ અનુકૂળ દિશા પૂર્વ, ઉત્તરપૂર્વ, પશ્ચિમ અથવા ઉત્તર છે. આ બધી દિશાઓ પોઝિટિવ ઊર્જા સાથે સંકળાયેલી છે. એવું કહેવામાં આવે છે કે જો પ્રવેશ આ દિશાઓમાંનો કોઈ હોય તો નિવાસીઓ પોતાના જીવન માં પ્રગતિ જોઈ શકે છે.
મુખ્ય બારણું લાકડાનું બનેલું હોવું જોઈએ. તે બે અથવા વધુ ભાગોમાં ખુલતું હોવું જોઈએ. બને ત્યાં સુધી સિંગલ દોર ના રાખવું જોઈએ. દરવાજા પર નામ પ્લેટ રાખવા નું ભૂલવું નહિ. અને ગેટવે એવો હોવો જોઈએ કે જેના પર કોઈ પ્રકાર નો પડછાયો પડતો ના હોવો જોઈએ. ઉત્તર દિશામાં એક બારણું ખોલવાનું અશુભ માનવામાં આવે છે. ખુલ્લા અથવા બંધ થતાં દરવાજાએ કોઈ અવાજ ન કરવો જોઈએ.