વેક્સીન લીધે નહીં પણ કોરોના વાયરસ લીધે નપુંસકતા આવી શકે છે.
જ્યારથી કોરોનાની રસી આવી છે, ત્યારે અનેક લોકોમાં ગેરમાન્યતા સર્જાયેલી છે કારણ કે લોકોમાં ભયનો મહાલો અને વેક્સીન વિશે સમજ ન હોવાને લીધે લોકો રસી લેવાનું ડરી રહ્યા છે, ત્યારે અનેક લોકો રસીના સાઈડ ઇફેક્ટ પણ બતાવી રહ્યા છે, ત્યારે પુરુષો વિશે એવું કહેવામાં આવ્યું છે કે, વેક્સીન લીધે પુરષોમાં નપુંસકતા આવી શકે છે પરંતુ ખરેખર આ વાસ્તવિકતા નથી! એ વાત તદ્દન ખોટી છે.
એક એવી પણ મુંજવણ હતી કે રસી લીધા પછી સમાગમ કરવું કે નહીં પરંતુ ખરેખર ડોક્ટરે કહ્યું કે રસી લીધા પછી 2 વિક પછી ગર્ભનીરોધનો ઉપયોગ જરૃર કરવો જોઇએ ત્યારે ચાલો જાણીએ કે, આખરે રસી લીધા પછી કોના લીધે નપુંસકતા આવી શકે છે.
કોરોનાવાયરસ થી સ્વસ્થ થયા પછી લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે વાયરસ પુરુષોના પ્રાઈવેટ પાર્ટને અસર કરી રહ્યો છે અને કોરોના ચેપને કારણે પુરુષોમાં નપુંસકતઆવી શકે છે.મીયામી યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા વર્લ્ડ જનરલ ઓફ મેન્સ હેલ્થમાં પ્રકાશિત થયેલા અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ ચેપગ્રસ્ત પુરુષોના પેશીઓ(Tissues)ના અંતરને વિસ્તારથી બતાવ્યું હતું.
સંશોધન મુજબ, કોરોના વાયરસ શરીરમાં લોહીની નસોને નુકસાન પહોંચાડે છે, જેનાથી શરીરના ઘણા ભાગોમાં લોહીની સપ્લાયને નુકસાન થાય છે. આમાં પુરુષોના પ્રાઈવેટ પાર્ટ પણ સામેલ છે. લોહીનો પ્રવાહ ઓછો થવાથી ઇરેક્ટાઇલ ડિફંક્શન (નપુંસકતા)ની સમસ્યા ઉભી થાય છે.
આપણે જોયું છે કે કોવિડથી ચેપ લાગ્યાં પછી પુરુષોએ ઇરેક્ટાઇલ ડિસફંક્શન (નપુંસકતા)ની ફરિયાદ કરવાનું શરૂ કર્યું છે. નપુંસકતા વાયરસનો પ્રતિકુળ પ્રભાવ હોઈ શકે છે.