શિવાનંદ આશ્રમના પ્રમુખ અને ટ્રસ્ટી પરમ પૂજ્ય શ્રી સ્વામી આધ્યાત્મનંદજીનું કોરોના લીધે નિધન થયું.
આ કોરોનાને લીધે અનેક આપણે સંતોને પણ ગુમાવ્યા છે, હાલમાં જ એક દુઃખ સમાચાર આવ્યા છે, ત્યારે સૌ કોઈ ચોંકી ગયું છે, હાલમાં જ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. વાત જાણે એમ છે કે,શિવાનંદ આશ્રમના પ્રમુખ અને ટ્રસ્ટી પરમ પૂજ્ય શ્રી સ્વામી આધ્યાત્મનંદજીએ આજરોજ અંતિમ શ્વાસ લઈ દેહ ત્યાગ કર્યો.આ કોરોના ના લીધે તેઓ છેલ્લા ઘણાં દિવસથી તેઓ શહેરની એસ.જી. વી.પી. હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યાં હતાં. આજે શનિવારે બપોરે 11 કલાકે તેમનું નિધન થયું છે.
એક સંબોધનમાં કોરોનાવાયરસ અંગેના સંબોધનમાં સ્વામીજીએ કહ્યું હતું કે, દિવસની શરૂઆત‘ઓમકાર’નાજાપથી કરવી. આ ઓમકાર 1 મિનિટમાં ચાર વખત કરવા. પ્રત્યેક ઓમકારમાં 15 સેકંડ આપવી. ઓમકારથી પ્રાણવાયુની ઊર્જા મળે છે અને શરીરમાં રહેલી નકારાત્મક શક્તિ ઓછી થતી જાય છે, ખરેખર આ મહાન સંત પોતાનું જીવન લોકકલ્યાણ અને ભક્તિમાં જ વિતાવ્યું.