India

શું આપ સરકારી નોકરી શોધી રહ્યા છો? તો આપના માટે છે ઉત્તમ તક

જો આપ સરકારી નોકરીની શોધમાં હોય તો આપના માટે વેસ્ટર્ન રેલવે મુંબઈ સેન્ટ્રલના જગજીવન રામ વેસ્ટર્ન રેલવે હોસ્પિટલ માટે મેડિકલ પ્રેક્ટિશનર્સ અને પેરામેડિકલ સ્ટાફના પદો માટે ભરતીની જગ્યા બહાર પડી છે. આ નોકરી મેળવવા ઈચ્છતા લોકોએ 6 અપ્રિલ 2021 સુધીમાં અરજી કરવી પડશે. કુલ 139 પદો માટે ભરતી બહાર પડી છે.

ઉમેદવારોની પસંદગી ટેલિફોનિક અથવા વોટ્સએપ ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. કોવિડ આઇસોલેશન વોર્ડમાં ફુલટાઇમ મેડિકલ કોન્ટ્રાક્ટ (GDMO/ સ્પેશિયાલિસ્ટ) પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારોને 75 હજાર સુધી વેતન આપવામાં આવશે. તમામ જરૂરી જાણકારી સત્તાવાર જાહેરાતમાં ઉપલબ્ધ છે.

કયા પદ પર કેટલી જગ્યા?

CMP-GDMO – 14 પદ

નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ- 59 પદ

રેડિયોગ્રાફર- 2 પદ

રેનલ રિપ્લેસમેન્ટ/હીમોડાયલિસિસ ટેક્નીશિયન- 1 પદ

ક્લીનિકલ સાઇકોલોજસ્ટ- 2 પદ

હોસ્પિટલ અટેન્ડેન્ટ- 60 પદ

જરૂરી માહિતી…

  • આ માટે ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ- 3 એપ્રિલ 2021 છે.
  • ઓનલાઇન એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ- 6 એપ્રિલ 2021
  • ઇન્ટરવ્યૂ આપવા માટેની અંતિમ તારીખ – 8 એપ્રિલ 2021

મિત્રો જાણવા જેવી અને મહત્વની વાત એ છે કે, અહીંયા જુદા-જુદા પદો પર ભરતી માટે નક્કી કરવામાં આવેલી શૈક્ષણિક યોગ્યતા પણ અલગ છે. વય મર્યાદા પણ પદ મુજબ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો 6 એપ્રિલ પહેલા ઓનલાઇન એપ્લાય કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!