India

શું દુનિયા માટે કરેલી બાબા વેંગાની ભવિષ્યવાણી રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી સાચી થવા જઈ રહી છે?!! જાણો શું કહ્યું હતું બાબા વેંગાએ

તાજેતરમાં યુક્રેન દેશ નાટો દેશોના સંઘમાં સામેલ થવા માંગતો હતો, જેનાથી અમેરિકા, યુકે જેવા અન્ય દેશો ત્યાં આગળ યુદ્ધાભ્યાસ કરી શકે તેવી પરિસ્થિતિ થઈ શકે તેમ હતું, તમને જણાવીએ તો રશિયા અને યુ.એસ. બંને વચ્ચેનો તકરાર બીજા વિશ્વયુદ્ધ પછીથી કોઈ થી છૂપો નથી.

યુક્રેન અને રશિયા બંને પડોસી દેશ છે, અને અમેરિકા જો પોતાનું સૈન્યબળ યુક્રેનમાં નાટો ટ્રીટી પ્રમાણે લાવે તો રશિયા માટે એ એક રાષ્ટ્રિય સુરક્ષાનો મામલો થઈ પડે. જેથી આ વસ્તુ અટકાવવા વલાદીમિર પૂતીનએ યુદ્ધની ઘોષણા કરી, યુક્રેન પર હુમલો કરી દીધો છે અને બંને દેશો વચ્ચે તડામાર યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે.આ યુદ્ધની વચ્ચે બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી ફરી સામે આવી છે. બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી માં તેમણે કહ્યું હતું કે, દુનિયાના તખ્ત ઉપર રશિયાનું રાજ આવશે, અને યુરોપ ખંડ બંજર બનશે. રશિયા અને પૂતીનને કોઈ રોકી નહિ શકે, તદુપરાંત રશિયા પોતાના આડે આવનારી બધી શક્તિઓને હટાવી નાખશે અને સમગ્ર દુનિયા પર રશિયાનું રાજ હશે.

હાલમાં રશિયા યુક્રેનની રાજધાની કીવ પર ચડાઈ કરી ચૂક્યું છે અને બંને દેશોની મીલીટરી વચ્ચે સઘન ફાયરિંગ થઈ રહ્યું છે, વધુમાં રશિયાએ જણાવ્યું હતું કે રશિયન સૈનિક માત્ર યુક્રેનની મીલીટરીને જ ટાર્ગેટ બનાવશે પણ સામે આવનારી તસવીરો ખુબજ ચોંકાવનારી છે, તે થોડીક અલગજ માહિતી પૂરી પાડનારી છે.કીવ માં ચોતરફ તબાહિનો માહોલ માલૂમ પડે છે. સામે આવનારા વિડિયો અને તસ્વીરોમાં રશિયન મિસાઈલ અને બોમ્બ રહેણાંક વિસ્તારોમાં, બહુમાળી બિલ્ડીંગમાં ભારે તબાહી ફેલાવતા માલૂમ પડે છે. કીવના માર્ગો પર જ્યાં ફોરવ્હીલર ફરતી ત્યાં હવે બારૂદ ભરેલી ટેન્ક જોવા મળી આવી રહી છે.

યુક્રેન પર થયેલા આવા ભારે હુમલા ના પગલે ઘણા દેશોએ સયુંકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ રશિયાએ પોતાના વિટો પાવર થી આ પ્રસ્તાવ ફગાવી દીધો છે. ઉપરાંત દુનિયાના બાકીના દેશોને ધમકી પણ આપી છે કે વચ્ચે આવનાર દેશોને પરિણામો ભોગવવા પડશે. આ રીતે બધા દેશો રશિયાને રોકવામાં અસફળ થતાં જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!