ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ જીતની ઉજવણી માં શુઝ માં બીયર નાખી ને પીધું ! આવું કરવા પાછળ એક ખાસ કારણ
ઓસ્ટ્રેલિયા ટીમ ના ક્રિકેટ ખેલાડીઓ પોતાની પ્રથમ જીત T20 WORLD CUP 2021 એતિહાસિક જીત નો જશન ખુબજ મોજ મસ્તી સાથે ઉજવ્યો હતો, પરંતુ એક નવાઈ ની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ના તમામ ખેલાડીઓ એ કંઇક નવીન રીતે પોતાના બુટ માં બીયર નાખી પીધું છે, આ વાત નો વિડીયો હાલ ખુબજ શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયો ની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ના તમામ ખેલાડી પોતાની મોજ મસ્તી સહીત પોતાની જીત ની ખુશી નો આનંદ લઇ રહ્યા હતા, તેવામાં સૌ પ્રથમ ખેલાડી મેથ્યુ વેડ એ પોતાનું શુઝ કાઢ્યું અને તેમાં શરાબ નાખી પીવા લાગયા, ત્યારબાદ તે જોઇને માર્ક્સ સ્ટેઇનિસ મેથ્યુ વેડ નું જ શુઝ તેની પાસેથી છીનવીને તેમાં શરાબ નાખી પીવા લાગ્યા હતા. પરંતુ આ બંને એ ઓસ્ટ્રેલિયા ટીમના બીજા ખેલાડી ઓ સહીત તેના કેપ્ટન એરોન ફિન્ચ એ પણ આવી રીતે શુઝ માં શરાબ નાખી પીધી હતી, અને પોતાની જીત નો જશન ખુબજ જોરોથી અને આનંદ થી માંણીયો હતો.
આવું અજીબ શરાબ પીવાની રીત જોઈ તમને હસી આવશે, પરંતુ મહત્વની વાત કરીએ તો આ પોતાના શુઝ માં શરાબ નાખી ને પીવું તે ઓસ્ટ્રેલિયા નો એક રીવાઝ છે. આ રીવાઝ ની વાત કરીએ તો આમાં કા તો આપણું પોતાનું શુઝ કા તો બીજાનું પસંદ કરેલા શુઝ માં બીયર નાખી પોતાના શુઝ ને મો પાસે લાવી ટીપા પાડી પીવાનું હોઈ છે, પણ ઘણા ખરા બીયર ને બદલે શરાબ પણ નાખતા હોઈ છે. અને આ રીવાજ ત્યારે ઉજવવામાં આવે છે, જયારે કંઈપણ ખુશી નો સમય હોઈ ત્યારે આ રીવાઝ ઉજવવામાં આવે છે.
આ રીવાઝ ને ઉજવવાની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં ૨૦ મી સદીથી શરુ કરવામાં આવેલી છે. સૌ પ્રથમ આ રીવાઝ ઓસ્ટ્રેલિયા ના મોટો જીપી રાઈડર જેક મિલરે વર્ષ ૨૦૧૬ માં પોતાની પહેલી પ્રીમિયર ની જીતની ખુશીમાં ઉજવેલો હતો. ત્યારબાદ આ રીવાઝ ખુબ પ્રચલિત થઇ ગયો અને ત્યાના અન્ય ખેલાડીઓ પણ આ રીવાઝ ને ખુબ આનંદ થી ઉજવવા લાગ્યા હતા.