શુ દારુ સુંઘવાથી મટી જશે કોરોના?? જાણો શુ છે દાવા ની હકીકત
કોરોના ને લઈ ને અનેક નવા નવા સંશોધનો થતા હોય છે ખાસ કરી ને તેના લક્ષણો પણ બદલાતા રહે છે અને ત્રીજી લહેર પહેલા તેનુ અલગ જ રુપ જોવા મળી રહ્યુ છે. અને આપણે સૌવ જાણીએ છીએ કે સેનીટાઈઝર મા આલ્કોહોલ બેઝ હોય છે અને હવે અમેરિકામાં એક એવો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં આલ્કોહોલને સુંઘવા થી કોરોનામાંથી રાહત મેળવી શકાશે.
ભારત દેશ મા બીજી અને પહેલી વેવ મા ગરમ પાણી નો નાસ લોકો એ ખુબ લીધો જોકે કોરોના મા નાસ કારગર છે કે નહીં તેના હજી નક્કર પુરાવા નથી પરંતુ અમેરીકા મા આલ્કોહોલનો નાસ એટલે કે સૂંઘીને કોરોનાની સારવાર કરવાને લઈને વૈજ્ઞાનિક પ્રયોગ કરી રહ્યા છે. જોકે ત્રીજા તબ્બકા મા ચોક્કસ પરીણામો મળ્યા છે અને કોરોના ના દર્દી ને રાહત પણ મળી છે. વૈજ્ઞાનિકો કહે છે કે જો આ ટેક્નોલોજીને સાર્વજનિક કરવા મંજૂરી મળે તો ઘણો ફાયદો થશે.
અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના સેન્ટર ફોર ડ્રગ્સ ઈવેલ્યૂએશન એન્ડ રિસર્ચમાં આ શોધ આગળ વધી ચૂકી છે. દિલ્હીમાં આ પ્રયોગમાં સફતા મળતા ઉત્સાહિત વૈજ્ઞાનિક શક્તિ શર્માને અમેરિકન ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનને આ બાબત પત્ર લખ્યો છે. આ બાદ તેને પાછો એક પત્ર મળતા એ વાતની ખરાઈ છે કે આની અસર કોરોના પર થઈ રહ્યો છે.
આ સંશોધન મા ગંભીર રીતે સંક્રમીત દર્દી ને 45 મીનીટ સુધી નાસ આપવામા આવ્યો અને ચોક્કસ પરીણામો પણ મળ્યા હતા ફેંફસાને સેલ્ફ ઈમ્યુનિટી સિસ્ટમ વધારે સારી રીતે કામ કરે છે. તેને પણ રાહત મળે છે. આ પ્રયોગથી ફાઈબોલાઈટ્સ, ન્યૂટ્રોફિલ્સની સાથે સાથે લ્યૂકોસાઈટ્સ પર પણ સકારાત્મક અસર પડે છે.