સુરતના દંપતીએ અનોખી રીતે લગ્નવર્ષગાંઠ ઉજવી! દર્દી જરૂરીયાત માટે એમ્બ્યુલ્સની ભેટ આપી.
આપણે સૌ જન્મદિવસ, લગ્નતિથી, પુણ્યતિથિ કે પછી કોઈ શુભ દિવસને યાદગાર બનાવવા માટે આપણે કંઈક એવા કાર્યો કરતા જ હોઈએ છીએ કે જેથી આપણને સૌને એ દિવસ યાદ રહે છે. ખાસ કરીને જન્મ દિવસ અને મેરેજ એનિવર્સરીમાં યુવાનો કેક કટિંગ અને પાર્ટી એવું કરતા જ હોય છે અને બસ મોજ મસ્તીમાં પોતાનો દિવસ યાદગાર બનાવવાતા હોય છે.
સુરતના એક દંપતીએ પોતાના લગ્નતિથિ ખૂબ જ યાદગાર રીતે મનાવી જે સૌ માટે પ્રેરણાદાયી રહી છે તેમજ આ ઉજવણીનાં કારણે અનેક લોકોને મદદ મળી રહેશે. તમે પણ જ્યારે જાણશો ત્યારે આ દંપતીનાં કાર્યને બિરદાવશો.
ખરેખર આપણે સૌ પણ જો આવું કાર્ય કરવાની શ્રમતા હોય તો જરૂર કરવી જ જોઈએ અને જરૂર નહીં કે ફૂલ જેટલું જ યોગદાન આપવું પડે. આમ કહેવાય છે ને કે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી જ ખરી. એવી રીતે કોઈ પણ સદકાર્યો મહત્વના હોય છે.
સુરતના દેસાઈ અને દલાલ પરિવારે તેમના ત્રણ યુવા સંતાનોના જન્મદિન અને મેરેજ એનિવર્સરીને એક પ્રેરણાત્મક પગલું ભરીને યાદગાર બનાવી હતી. બંને પરિવારે સંતાનો સાથે મળીને ચૌટાબજાર, કોટ વિસ્તારમાં આવેલી ૧૭૫ વર્ષ જૂની શેઠ પી. ટી. સુરત જનરલ હોસ્પિટલને અદ્યતન સુવિધાયુક્ત એમ્બ્યુલન્સની ભેટ આપી હતી, અને અન્ય યુવાનોને, સમાજને પ્રેરણા પૂરી પાડી છે.
તા. ૨૫મી મે ના રોજ મોટા મંદિર યુવક મંડળના નેહલભાઈ દેસાઈની સુપુત્રી ધ્વનિનો જન્મદિવસ તેમજ સંજયભાઈ દલાલના સુપુત્ર ધર્માંગ અને પુત્રવધુ કૃતિની મેરેજ એનિવર્સરી હોવાથી બંને પરિવારોએ સેવાભાવના સાથે શુભપ્રસંગને યાદગાર બનાવવાનું આયોજન કર્યું. સામાન્ય રીતે આ પ્રકારના શુભ પ્રસંગો કેક કાપી, પરિવાર અને મિત્રવર્તુળ સાથે પાર્ટી કરીને ઊજવવામાં આવતા હોય છે, પરંતુ દેસાઈ અને દલાલ પરિવારે જન્મદિન અને મેરેજ એનિવર્સરીને લોકઉપયોગી સમાજ સેવાના કાર્યો સાથે સાંકળી લીધા અને તા.૨૫ મીએ સંપૂર્ણ વાતાનુકુલિત એમ્બ્યુલન્સ હોસ્પિટલને અર્પણ કરી. જેમાં હાઇડ્રોલિક સ્ટ્રેચર, કાર્ડિયાક અને બાયપેપ મશીન ચલાવવા બેટરી બેકઅપવાળું ઇન્વર્ટર સિસ્ટમ, પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમ અને અન્ય અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.