સુરત અને અમદાવાદ શહેરમાં કોરોનાથી વધુ ભયાંનક રોગચાળો ફાટ્યો.
ખરેખર એવી તે કંઇ ભૂલ હશે માણસની કે, કુદરત આપણા સૌથી આટલો રુઠાય છે. સમયની સાથે દિવસે ને દિવસે અનેક રોગો આવી રહ્યા છે ત્યારે કોરોના રોગ વચ્ચે અમદાવાદઃ અને સુરતમાં અનેક એક નવો રોગ સામે આવ્યો છે. ત્યારે સૌ કોઈ આ રોગથી પીડાઈ છે. ત્યારે ચાલો જાણીએ કે આ કયો રોગ છે, જેના લીધે સૌ કોઈને સાવચેત થવા ની જરૂર છે.
હાલમાં જ અમદાવાદ અને સુરતના 100 થી વધુ દર્દીઓ આ નવા રોગ થી પીડાઈ રહ્યા છે. એક રોગ વકર્યો હોવાની માહીતી સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. મ્યુકરમાઈકોસીસના સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દર્દીએ કોરોનાની સારવાર લીધાના દસ દિવસ બાદ એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જેને મ્યુકરમાઈકોસીસ કહે છે. વિદેશમાં મ્યુકરમાઈકોસીસની બિમારીને લીધે 50 ટકા મૃત્યુદર હતો.
કિરણ હોસ્પિટલમાં 60 જેટલા દર્દીઓનું વેઇટિંગ છે. સારવાર લઈ રહેલા ચાલીસ જેટલા દર્દીઓ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને અન્ય રાજ્યોના છે. આ બીમારીમાં દોઢ મહિનાની સારવાર લેવી પડે છે. પ્રતિદિવસ દર્દીને 6 જેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે. પ્રત્યેક ઇન્જેક્શનની કિંમત પાંચથી સાત હજાર રૂપિયા જેટલી થાય છે. જેથી સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
આ બીમારીનું સૌથી વધુ જોખમ ડાયાબીટીસના દર્દીઓમાં રહેલું છે. આ બિમારીથી બચવા સૌથી વધુ સ્વચ્છતા રાખવી અને પૌષ્ટિક આહાર લેવો તે એકમાત્ર રામબાણ ઈલાજ છે. તેવું તબીબોનું કહેવું છે. અત્યાર સુધી મ્યુકરમાઇકોસીસના 200 જેટલા કેસ સામે આવી ચુક્યા છે.
કોરોનાનો દર્દી જ્યારે પણ સારવાર હેઠળ હોય કે સારવારમાંથી બહાર આવ્યો હોય તો શરદી કે સાયનસનું ઇન્ફેક્શન થાય તો તેને હળવાશથી લેવું જોઇએ નહીં. બલ્કે તેણે તુરંત જ એક્સપર્ટની સલાહ લેવી જોઇએ. આ ઉપરાંત દર્દીને ઉપલા જડબામાં દુખવું, ઉપલા જડબાના દાંત એકદમ ઢીલા પડી જવા, આંખ-ગાલની આજુબાજુના ભાગમાં દર્દ થવું, સાયનસના ઇન્ફેક્શન સાથે માથામાં અસહ્ય દુઃખાવો થવો, મોઢાના ભાગમાં સોજો આવવો જેવા કોઇ પણ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત ઇએનટી સર્જનનો સંપર્ક કરવો જોઇએ. સામાન્ય રીતે કોરોનાથી સાજા થયાના બેથી ત્રણ સપ્તાહમાં મ્યુકોરમાઇકોસિસ થઇ શકે છે.