સુરત : બાળક ને જન્મ આપ્યા બાદ મા એ દમ તોડ્યો, ઘટના જાણી આખો મા આંસુ આવી જશે
દેશ અને ગુજરાત મા કોરોના નુ સંક્રમણ સતત વધી રહ્યુ છે અને સાથે પુર જોશ મા વેકસીનેશન નુ કામ પણ ચાલી રહ્યુ છે છતા કોરોના થી થતા મોત ના હચમચાવી દે તેવા કિસ્સા ઓ સામે આવી રહ્યા છે. અને પરીવાર ના બે ત્રણ વ્યક્તિ ના મોત એક સાથે થયા તેવા કિસ્સા ઓ સામે આવી રહ્યા છે.
ત્યારે સુરત મા પણ એક એવી જ એક ઘટના સામે આવી જેમા કોરોના સંક્રમીત સગર્ભા એ બાળક ને જન્મ આપ્યા બાદ દમ તોડ્યો હતો. મળતી માહીતી અનુસાર સુરત ના માંગરોળ મા રહેતા રુચી પંચાલ તેના પરીવાર સાથે રહેતી હતી. રુચિ પંચાલ ગર્ભવતી હતી અને કોરોના નો ચેપ લાગ્યો હતો અને સારવાર ચાલુ હતી. 26 વર્ષ ની રુચી એ અધૂરા મહિને બાળક ને જન્મ આપ્યો હોવાથી તેના ફેફસા મા તકલીફ થય હતી અને સીઝીરીયન કરવુ પડયું હતુ.
ડોક્ટર ના અનેક પ્રયાસો પછી પણ બાળક ના જન્મ બાદ ચાર કલાંક બાદ રુચી નો જીવ ગયો હતો.અને મા પોતાના બાળકનુ મોઢુ પણ જોઈ શકી ના હતી હાલ બાળક ને બચાવવા ના પ્રયાસ ચાલો રહ્યા છે. આ કરુણ ઘટના થી હોસ્પીટલ સ્ટાફ ની આંખો મા પણ આંસુ આવી ગયા હતા.