સુરત સિવીલ હોસ્પીટલ એક પણ રૂપિયો લીધા વગર નિસ્વાર્થ સેવા કરતા ભીખુભાઈ રાઠોડ
હાલ ના કોરોના કાળ મા પોતાના પરિવાર ના લોકો પણ કોરોના દર્દી થી દુર ભાગતા હોય છે, પોતને પણ સંક્રમણ ના લાગે તે માટે પોતાના પરીવાર ના સભ્યો પણ આઘા રહેતા હોય છે ત્યારે ઘણી સેવાભાવી સંસ્થા અને લોકો આગળ આવ્યા છે.
આવુ જ એક નામ છે ભીખુભાઈ રાઠોડ જેમની સેવા જોઈ ને તમે પણ સલામ કરશો. સુરત ની સિવીલ હોસ્પીટલ મા તેવો નિસ્વાર્થ ભાવે સેવા આપે છે અને દર્દી ઓ પોતાના સ્નેહીજનો જ હોય તેવી હુફ પુરી પાડે છે. અને પોતાના હાથે જમવાનું આપે છે. ભીખુભાઈ વ્યવસાય એ જમીન મકાન લે વેચ નુ કામ કરે છે પરંતુ આ કોરોના કાળ મા જીવ જોખમ મા નાખી એક પણ રૂપિયો લીધા વગર આ કાર્ય કરવુ એ ધન્યવાદ ને પાત્ર છે.
કોળી સમાજમાથી આવતા ભીખુભાઈ બચુભાઈ કલ હમારા યુવા સંગઠન ગીરગઢડા પ્રમુખ અને ઉના ગીરગઢડા કોળી સમાજ સંગઠન સુરતના પ્રમુખ છે અને લોક સેવા સાથે સતત જોડાયેલા રહે છે. ભીખુભાઈ રાઠોડ પોતે હમેશાં સુરત શહેરમા ગમે તેવી પરીસ્થીતી આવી ત્યારે હમેશા ની જેમ નિસ્વાર્થ ભાવે સેવા જ કરી છે. 1998 માં પાણી આવ્યું ત્યાર થી માંડીને 2021 સુધીની કોરોનાની મહામારી જેવી કપરી પરીસ્થીતીમાં આવી છે પણ ક્યારેય પાછી પાની કરી નથી અને લોક સેવા મા જોડાઈ રહ્યા છે.