સેવાનાં ભાવર્થે પોતાનો કામધંધો છોડીને મિત્રોએ દેશી જુગાડ કરીને ફ્લોરમીટર બનાવ્યું.
ખરેખર વિકટ પરિસ્થિતિમાં કંઈ રીતે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એ જરૂરી છે, ત્યારે આમ પણ કેહવાય છે ને કે, કોઈપણ સમસ્યાઓ ઉદ્દભવે છે તો ત્યારે તેનું સમાધાન પણ હોય છે. આજે આપણે એક એવા ભાઈ વિશે વાત કરવાની છે, જેમણે એવું કાર્ય કરી બતાવ્યું જે ખૂબ જ સરહાનીય છે.
ઓક્સિજન માટે આવશ્યક ફ્લોમીટરની અછત છે, આવા સંજોગોમાં દેશી પદ્ધતિથી આ આવશ્યક ઉપકરણ બનાવી શકાય તે માટે એક ઇલેકટ્રોનીકસની દુકાન ધરાવતાં અને મીટરની જાણકારી ધરાવતાં જેસાભાઇ પીંડારીયા નામના વ્યક્તિએ આ સમસ્યાનું નિવારણ લાવ્યું.
સગા સંબંધી દર્દીઓની ઓક્સિજન ફ્લોમીટરની સતત પુછપરછ આવતાં બન્ને મિત્રોએ કંઇક સંશોધન કરીને આ મુશ્કેલી હલ કરવા લાગી પડયા. જો આમાં સફળતા મળે તો કેટલાંયે દર્દીઓને નવજીવન મળી શકે. એમ વિચારી પોતાની દુકાનનો કામ ધંધો છોડી સંશોધન શરૂ કર્યું.
ફ્લોમીટર અત્યારે બજારમાં સાતથી આઠ હજારમાં મળે છે. આ બંને મિત્રોએ પાણીની બોટલ, આર.ઓ. કનેકટર, ઓક્સિજનના યુનીયન મીટર દ્વારા ઓક્સિજન કન્ટ્રોલ કરી ઓક્સિજન ફ્લોમીટરની અવેજીમાં ઉપકરણ બનાવ્યું હતું. આવા 15 ઉપકરણ બનાવી જરૂરીયાતવાળા દર્દીઓને ફ્લોમીટર બનાવી દર્દીઓને આપવામાં આવ્યા હતા. અને તે સારી રીતે કામ કરતાં હવે બીજા વધુ 50 જેટલાં ફ્લોમીટર બનાવી જરૂરીયાતવાળા દર્દીઓને ફ્રીમાં આપવાનો સંકલ્પ લીધો.