સૌરાષ્ટ્રનું અનોખુ માલબાપા નુ ધામ જયાં સાપ કરડવાથી પણ પણ મૃત્યુ નથી થતુ. જ્યા રોજ ચમત્કાર…
ગુજરાતમાં અનેક પવિત્રસ્થાનો આવેલા છે,જેનાં ઐતિહાસિક અને પૌરાણિક ઇતિહાસ ખૂબ જ અનેરો છે. આજે આપણે સોરઠની ધરાની વાત કરવાની છે, જ્યાં એક એવું પવિત્રધામ આવેલું છે, જ્યાં વાજિયાને પુત્ર પ્રાપ્તિ થાય છે.
અહિયાં આવેલ તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે, એકવાર શ્રાવણમાસમાં કે બીજી કોઈ દિવસ પણ તમે આ સ્થાની મુલાકાત લઈ શકો છો. સાબરી નદીના કાંઠે આવેલું માણેકવાળા ગામ લાખો ભાવિ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા બિરાજમાન માલબાપા ભાવિ ભક્તોનું દુઃખ દર્દ દૂર કરે છે. આ પવિત્ર ધામ જૂનાગઢ થી માત્ર 30 કી.મીના અંતરે આ માણેકવાળા ગામ આવેલું છે,ચાલો આ જગ્યા વિશે વધુ જાણીએ…
આ માણેકવાળામાં દર શ્રાવણનાં સોમવારે લાખો ભાવિ-ભક્તો પગપાળા ચાલીને દર્શન કરવા આવે છે. અહીંયા માનવ મહેરામણ એટલું ઉમટે છે કે, એક મનમોહક વાતાવરણ સર્જાય છે તેમજ યાત્રાળુઓને માર્ગ પર ફળહાર તેમજ ચા-પાણી, લીંબુ પાણી પ્રસાદીનાં રૂપે આપવામાં આવે છે.
આ સ્થાનનું પૌરાણીક મહત્વ એ છે કે, માણેકવાળા અને મગરવાળા ગામનાં સીમાડાના ઝઘડાનું નિવારણ સર્પે આપેલું અને આ જ ઘટના દરમિયાન આ નાગદેવતાએ બંને ગામોના સીમાડા વહેંચતી વખતે અન્યાય ન થાય તે માટે થઈને આ સાપે પોતાનાં જીવનું બલિદાન આપ્યું હતું, ત્યારબાદ અહીંયા નાની ડેરી બનાવવામાં આવી. સવંત 2032,જેઠ,નોમ તા.6-6-1976, રવિવારના રોજ મંદિર પરિસરમાં છ કલાક સુધી સાક્ષત દર્શન આપ્યાં!
આજે પણ આ તસવીર મંદિરમાં જોવા મળે છે અને ખાસ વાત એ છે કે, આ ગામમાં કોઈનું પણ સાપ કરડવાથી મૃત્યુ નથી થતું. વર્ષના દરેક માસે આ મંદિર યાત્રાળુઓ માટે ખુલ્લું જ રહે છે. જ્યારે તમે સોમનાથ દર્શન કરવા જાવ ત્યારે આ જગ્યાની અવશ્ય મુલાકાત લઈ શકો છો.