સૌરાષ્ટ્ર થી સુરત જતા AAP નેતા સહિત ત્રણ ના અકસ્માત મા મૃત્યુ, લોકો ની સેવા કરવા સૌરાષ્ટ્ર આવેલા
ગુજરાત મા કોરોના કાળમુખો બન્યો છે અને સાથે સાથે એક દુખદ સમાચાર સામે આવ્યા છે જેમા સુરત થી સૌરાષ્ટ્ર સેવા કરવા આવેલા ત્રણ યુવાનો પરત જતા વખતે અકસ્માત મા મૃત્યુ થયા છે.
જાણવા મળતી વિગતો અનુસાર નેશનલ હાઈવે પર કપુરાઈ ચોકડી પાસે વહેલી સવારે આ ઘટના બની હતી. અકસ્માતમાં મોત પામેલા ત્રણેય યુવાન સૌરાષ્ટ્રમાંથી કોરોના દર્દીની સેવા કરી પરત સુરત આવી રહ્યા હતા. કાર ચાલકને ઝોકું આવી જતા સુરત તરફ જઈ રહેલી કાર ડિવાઈડર કુદીને સામેની તરફ રોંગ સાઈડમાં પહોંચી ગઈ હતી. કારનો ટ્રક સાથે અકસ્માત થતા ત્રણેય વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. આ આકસ્માત મા આમ આદમી પાર્ટી ના નેતા અશોક ગોદાણી, સંજય ગોદાણી અને રાજુ ગોંડલીયા નુ મૃત્યુ થયુ હતુ.
અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય ના મૃતદેહ ગાડી મા ફસાયા હતા જે ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા.