હવે ઘરે બેઠા ચેક કરી શકાશે કે, ગેસ સિલીન્ડરની સબસિડીના પૈસા ખાતામાં આવી ગયા છે કે નહી?
તાજેતરમાં જ રાંધણગેસના ભાવમાં વધારો થયો છે. વર્તમાન સમયમાં દિલ્હીમાં LPG ગેસ સિલીન્ડરના ભાવ 809 રૂપિયા છે. આ ગેસ સિલિન્ડર પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. જો ગ્રાહકો આના કરતાય વધારે સિલિન્ડર લેવા માંગતા હોય તો, તેઓને 7માં સિલિન્ડરથી વધારે દર ચૂકવવો પડશે.
કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના જણાવ્યા અનુસાર, તેની કિંમત સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફાર દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલા માટે છેલ્લા મહિનામાં ફુગાવો વધ્યો હતો. હવે સરકાર તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
પરંતુ આપના ખાતામાં ગેસ સબસિડીના પૈસા તમારા ખાતામાં આવ્યા છે કે નહી તે મામલે મુશ્કેલીમાં છો? તો હવે આપના ખાતામાં સબસિડીના રૂપિયા આવી ગયા કે નહી તેની જાણકારી મેળવવા માટે આપને બેંકમાં નહી જવું પડે. કારણ કે હવે તમે ઘરેથી જ આ ચેક કરી શકશો.
કઈ રીતે ચેક કરવું?
- સ્માર્ટફોન બ્રાઉઝરમાં in વેબસાઇટ પર જાઓ.
- અહીં ત્રણ એલપીજી સિલિન્ડર કંપનીઓના ટેબ (ફોટો સાથે) હોમ પેજ પર દેખાશે.
- તમે જે કંપનીનું સિલીન્ડર વાપરતા હોય તેને સિલેક્ટ કરો.
- હવે નવું ઇન્ટરફેસ આગળ ખુલશે.
- ત્યાં જઈને આપ ચેક કરી શકશો કે, સબસિડી આપના અકાઉન્ટમાં જમા થઈ છે કે નહી.