હાથમાં આવેલ શિકાર પ્રત્યે સિંહણે મા બનીને વાત્સલ્ય કર્યુંને જ્યારે સિંહ આવ્યો ત્યારે બન્યું આવું..
આ જગતમાં મા થી મોટું કોઈ નથી! ઈશ્વરે આ સૃષ્ટિના દરેક જીવોમાં મામાં અખૂટ પ્રેમ, વાત્સલ્ય અને ભાવના ભરી હોય છે, જે ક્યારેય ઓછી નથી થતી. આપણે જાણીએ છે કે માણસમાં તો એકબીજા ને ઓળખતા ન હોય તો પણ લાગણી અને પ્રેમભાવ વર્તાઈ છે, પરંતુ આજે આપણે એમ પ્રાણીની વાત કરીશું. તમે જાણો છો કે જંગલનો રાજા સિંહ છે અને સિંહણ રાણી સમાન છે. તેમની પ્રકૃતિ શિકાર કરવાની છે. કહેવાય છે ને કે, જાનવરોમાં પણ લાગણીઓ અને પ્રેમની ભાવનાઓ હોય છે.
હાલમાં એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક સિંહણ બાળ હરણ નો શિકાર કરવા પાછળ દોડે છે અને તેનો તેને જડપી લે છે, ત્યારે બાળ હરણ સહજતાથી તેને વ્હાલ કરવા લાગે છે,અને આ દરમીયાન સિંહણ પણ તેને મા ની જેમ પ્રેમ આપે છે. જે હરણ માટે તેને શિકાર કર્યો એ મળતાની સાથે જ તેનો વિચાર બદલાઈ ગયો. ખરેખર આ કોઈ આકસ્મિક ઘટના ન કહેવાય.
વીડિયોમાં તમે જોઈ શકશો કે, સિંહણે જંગલમાં એક હરણ બાળને દોડીને પકડી પાડ્યું હતું. પરંતુ બાદમાં તેનામાં માતુત્વ નો પ્રેમ છલકાઈ ગયો. સિંહણે પોતાનાં સ્વભાવથી વિપરીત હરણનો શિકાર કરવાની બદલે તેને વ્હાલ કર્યું હતું. આ દ્રશ્ય જોઈને નવાઈ લાગે છે કે કેવી રીતે અમુક સમયે પ્રાણીઓ પણ પોતાના સ્વભાવથી વિપરીત દેખાતા હોય છે.
આ સિંહણ શિકાર કરવાના બદલે હરણ બાળને વ્હાલ કરી રહી હતી એ જ સમયે એક સિંહ ત્યાં આવી ગયો હતો. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે સિંહણ હરણનો શિકાર થતાં અટકાવે છે અને તેનું રક્ષણ પણ કરે છે. આ સિંહણે સાબિત કરી દીધું હતું કે પ્રાણીઓમાં પણ દયા, પ્રેમ અને કરુણા જોવા મળે છે. ખરેખર ક્યારેક માણસો એ વન્યજીવો પાસેથી શીખવું જોઈએ કે આ જગતમાં ભગવાને દરેકમાં લાગણીઓ, પ્રેમ, દયાભાવ દાખવ્યા છે.
Motherhood instinct that took over the hunt instinct! Amazed at how animals sometimes behave in a manner that is contrary to their nature! Watch it till the end! #Lion #lioness #nature #wildlofe #wildlifephotography #ViralVideo pic.twitter.com/1RC7IplLll
— Parimal Nathwani (@mpparimal) November 14, 2021