હાલની સ્ત્રી પુરુષ સમાન- તેવીજ વાત એક બેંગલુરું ની IAS મહિલા રસ્તા પર સ્પીડ માં ચલાવી વોલ્વો બસ કારણ છે અદભુત.
આપણા ભારતીય દેશની સંસ્કૃતિ ખુબજ પ્રાચીન સમયની છે, તે સંસ્કૃતિ માં સ્ત્રીઓ ને પુરુષો કરતા નીચી સમજવામાં આવે છે, તેને આપણી સંસ્કૃતિ પુરુષ સમાન ગણતી જ નથી. સ્ત્રી ને આપણા સમાજમાં ફક્ત ઘરની ચાર દીવાલ વચ્ચે જ પોતાનું જીવન પસાર કરવું, તેવી આપણી ભારત ની પ્રાચીન સંસ્કૃતિ હતી, પરંતુ હાલ સમય જતા સંસ્કૃતિ વાણી-વિચાર પણ બદલાવા લાગ્યા છે. આજના સમયમાં સ્ત્રી પુરુષ ના ખંભે થી ખંભો મિલાવી ચાલવા લાગી છે, અને સ્ત્રી પુરુષ એક સમાન છે, તેમ હાલ આપણા ભારતીય સમાજ માં છે, પરંતુ હાલ હજી ઘણા લોકો સ્ત્રીઓ ને નબળી માને છે.
તેવા વિચારો ને બદલાવા માટે બેંગલુરું ની એક IAS અધિકારી નામે સી.શિખા એ વોલ્વો બસ ચલાવી સાબિત કરી દીધું છે, કે સ્ત્રી ને નબળી સમજવી નહિ. IAS મહિલા અધિકારી શિખા ને બેંગલુરું મેત્રોપોલીટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (બીએમટીસી) ખાતે ૨૦૧૯ માં એમ.ડી નું પદ મળેલ હતું. બેંગલુરું માં આશરે ૩૬ લાખ લોકો રોજ બસ યાત્રા કરે છે, તે અંતર્ગત ૬૪૦૦ બસ ચાલે છે, અને તેના ૧૪ હાજર ડ્રાઇવર છે. IAS મહિલા અધિકારી શિખા ગત મંગળવારે તપાસ કરવા હેઠળ પોતે જાતે વોલ્વો બસ ચલાવી.
એક પછી એક વારંવાર બેંગલુરું માં દુર્ઘટનાઓ થયા બાદ IAS મહિલા અધિકારી શિખા પોતે મંગળવારે તપાસ કરવાનું નક્કી કર્યું, અને તેણે પોતે રસ્તા પર વોલ્વો બસ ચલાવી, તેમના કોર્પોરેશન ના ઓફિસર્સ અને ત્યાના લોકોએ આ જોઈ તાળીઓ વગાડી તેમને પ્રેરિત કર્યા. અને ત્યાના લોકોએ IAS મહિલા અધિકારી શિખા ના ખુબજ વખાણ કર્યાં. અને IAS મહિલા અધિકારી શિખા એ નિરીક્ષણ કરેલ અને ત્યાના કર્મચારીઓ ને પ્રેરણા અને આશ્વાસન આપ્યું હતું,
તેમને ખબર જ હતી કે ડ્રાઇવર ને ક્યાં ક્યાં સ્તરે કેટલી મુશ્કેલી ઓનો સામનો કરવો પડે છે, ડ્રાઈવરો પર તમામ મુસાફરો ના જીવન ની જવાબદારી હોઈ છે, તે જવાબદારી નું સાવચેતી ને ઈમાનદારી પૂર્વક તેમને નિભાવવી જોઈએ, તે પ્રકારનું IAS મહિલા અધિકારી શિખા એ આશ્વાસન આપ્યું. અને એક મહિલા તરીકે અને એક IAS અધિકારી તરીકે તેમણે સમાજમાં મહિલા તરીકે ની મિસાઈલ કાયમ કરી હતી. અને પુરુષ સ્ત્રી એક સમાન ગણાય તેવી સમજ સમાજમાં જાહેર કરી હતી.