હુ દેશની રક્ષા કરું છું પણ મારા પરિવારની રક્ષા કોણ કરશે ?? NDRF નો જવાન કોરોના ગ્રસ્ત પિતાને લઈને
ભારત દેશ મા કરોના નો સ્થિતી અતી ગંભીર છે અને દરેક રાજ્યો મા કરોના એ તબાહી મચાવી દીધી છે ભારત મા એક લાખ થી વધુ કેસૉ આવી રહયા છે અને ગુજરાત મા પપ સ્થિતી અતી ગંભીર બની છે. ત્યારે ઠેર ઠેર કરુણ દ્રશ્યો જોવા મળી રહયા છે.
એવુ જ કાંઈક થયુ મહેસાણા મા જયારે પોતાના ના કોરોનાગ્રસ્ત પિતાને સારવાર ન મળતા રિક્ષામાં લઈ કલેક્ટર કચેરીએ પહોંચી ગયો.
આ યુવક એનડીઆરેફ નો જવાન છે અને જેનુ નામ સંજય રાવલ છે પોતના પિતા ની સારવાર માટે અનેક હોસ્પિટલો એ છેલ્લા ચાર દિવસ થી ધક્કા ખાઈ રહ્યો છે છતા સારવાર ન મળતા છેવટે ઓક્સીજન લગાવી રીક્ષા મા પોતના પિતા ને લઈ ને કલેક્ટર ઓફીસ પહોચી સારવાર માટે આજીજી કરતા કરુણ દ્રશ્યો સામે આવ્યા હતા.
કલેક્ટર દ્વારા આ જવાનના પિતાની સારવાર માટે સાંઈક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ભલામણ કરી તેમની સારવાર ત્યાં થશે તેવું આશ્વાસન આપ્યું છે, ત્યારે આ જવાનના મોઢેથી દુઃખભરી વેદના વ્યક્ત કરી દુઃખી થઈ હું દેશની રક્ષા કરું છું પણ મારા પરિવારની રક્ષા કોણ કરશે તેવો સવાલ ઉઠાવ્યો છે.