હૈયુ હચમચાવી ઘટના : ડોકટર દંપતી એ આત્મહત્યા કરી લીધી , કારણ સામે આવ્યુ તો
કોરોના મહામારી મા આત્મ હત્યા ના બનાવો સતત સામે આવી રહ્યા છે. ગરીબ હોય કે અમીર ઘાણા લોકો માનસીક રીતે પરેશાન હોય તેવુ લાગી રહ્યુ છે. પુણે ની ધટના મા ડોકટર દંપતી એ એક જ દિવસે આત્મહત્યા કરી લીધી છે.
આ હૈયુહચમચાવતી ઘટના પુનાના વાનવાડી વિસ્તારની છે. મળતી માહિતી મુજબ આ ડોક્ટર દંપતી એ કૌટુંબિક વિવાદના કારણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક દંપતીનું નામ ડો.નિખિલ શેંડકર અને ડો. અંકિતા શેંડકર હોવાનું જાણવા મળી રહ્યુ છે.
પુણે પોલીસ હાલ આ કેસની તપાસમાં અલગ એન્ગલ થી કરી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, 26 વર્ષીય અંકિતાએ બુધવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી હતી, તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. આ પછી ગુરુવારે સવારે 7 વાગ્યે નિખિલે પણ આપઘાત કરી લીધો હતો. આ ઘટના વિશેની માહિતી આજે ડોક્ટર ડે પર પ્રકાશમાં આવી છે. હાલમાં બંનેએ કેમ આ પગલું ભર્યું તે અંગે કોઈની પાસે કોઈ નક્કર માહિતી નથી.