1.17 કરોડની લુટ વિથ મર્ડર કેસ મા મોટો ખુલાસો થયો ! હર્ષિલ પટેલે જ પોતાના મિત્ર ને…. પુરી ઘટના જાણી હચમચી જશો
હાલમાં જ એક સૌથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. 1.17 કરોડની લુટ વિથ મર્ડર કેસ મા મોટો ખુલાસો થયો ! હર્ષિલ પટેલે જ પોતાના મિત્ર ને…. પુરી ઘટના જાણી હચમચી જશો. આ બનાવ અંગે જાણીને તમને ફિલ્મી સ્ટોરી યાદ આવી જશે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે આ બનાવમાં શું ભેદ હતો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બાલાસિનોરની આઇસીઆઇસી બેંકના મેનેજરની કાર સંતરામપુરના ગોધર ગામ પાસે સળગી ગયેલ હાલતમાં મળી આવી હતી.
આ બનાવમાં સૌથી ચોંકાવનાર વાત એ હતી કે કારમાંથી બેંકના 1.18 કરોડ રૂપિયા ગાયબ હતા. આ પૈસા કયા ગયા અને કાર કોને સડગાવી તે મોટું રહસ્ય હતું. પોલીસ માત્ર બે પ્રૂફ દ્વારા જ સમગ્ર ભેદ 12 કલાકમાં જ ઉકેલી કાઢ્યો. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે,આ ઘટનામાં મૃત પામેલ વિશાલ પાટીલ અગાઉ લીમખેડા તાલુકાની પાણીયા ગામની બેંકમં નોકરી કરતો હતો.
સૌથી ખાસ વાત એ છે કે, હર્ષિલના માતા પિતા શિક્ષક તરીકે નજીકમાં નોકરી કરતાં હોવાથી વિશાલ અને હર્ષિલ સંપર્કમાં અાવ્યા હતા. વિશાલ અને હર્ષિલ સારા મિત્ર બની ગયા હતા. બુધવારે વિશાલ બેંકમાંથી રૂા.1.18 કરોડ લઇને જતાં હર્ષિલને ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પૈસાનું નામ સાંભળતા જ હર્ષિલની દાનત બગડી.
કારણ કે હર્ષિલ પટેલે બજારમાં પૈસા ગુમાવતો હોવાથી પૈસાના મેળમાં રહેતો હતો. વિશાલ પાસેથી [પૈસાની લૂંટ કરવા માટે હર્ષિલે મધ્યપ્રદેશથી 35 હજારમાં દેશી તમંચો ખરીદ્યો હતો. માત્ર પૈસા ખાતર જ તેને કારમાં બેસી વિશાલની હત્યા કરીને બેંકના રૂા.1.18 કરોડની લૂંટ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. જંગલમાં કાર ઉભી રાખીને વિશાલ પેશાબ કરવા જતાં હર્ષિલે પાછળથી અાવીને વિશાલના માથાના ભાગે દેશી બંદૂકથી ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
હર્ષિલ વિશાલની હત્યા કરીને કાર લઇને પોતાના ધરે ગોઠીબ લઇ ગયો હતો. જયાં કારમાંથી રૂા.1.18 કરોડ અને દેશી બંદૂક મૂકીને કાર લઇને ગોધર પાસે અાવ્યો હતો અને કાર સળગાવતી વખતે ઝાળથી હર્ષિલના માથાના અને દાઢીના વાળ સળગી ગયા હતા અને આ બનાવ બાદ હર્ષિલ પટેલ બનાવ બન્યો તે દિવસે સતત બેંક મેનેજર સાથે સંપર્કમાં હતો. વિશાલ અને હર્ષિલે એકબીજાને 15 થી 20 વખત ફોન પર વાતચીત કરી હતી.
આ સમર્ગ બનાવ ના પગલે જેથી પોલીસે શંકા થઇ હતી અને પૂછપરછમાં પોલીસને હર્ષિલના માથાના વાળ અને દાઢીના વાળ સળગી ગયેલ જોયેલા જેથી કડક પૂછપરછ કરતા હર્ષિલે હત્યાની કબૂલાત કરી છે. મહીસાગર પોલીસે 12 કલાકમાં જ લુંટ સાથે હત્યાનો ભેદ ઉકેલી દેતાં રેન્જ આઇજી દ્વારા મહીસાગર પોલીસને 25 હજારના ઇનામની જાહેરાત કરી. આ સમગ્ર ઘટના માત્ર પૈસાની લાલચમાં બની જેમાં નિર્દોષ વિશાલનો જીવ ગયો.