માત્ર ચાર ચોપડી ભણેલા દાદા એ ઘરના દીકરા દિકરીઓ ને એવા અધિકારીઓ બનાવ્યા કે આખુ ગામ જોતું રહી ગયુ…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ પાસે ગજબની તાકત છે જેના કારણે તે પોતાના દરેક સપના સાકાર કરી શકે છે જોકે આ માટે વ્યક્તિએ મહેનત કરવી જરૂરી બને છે મહેનત કરનાર વ્યક્તિ માટે કોઈ પણ વસ્તુ અસક્ય નથી આપણે એવા ઘણા લોકોના કિસ્સા જોયા છે કે જ્યાં અમુક વ્યક્તિ પાસે કોઈ સારી સુવિધા કે કોઈ સારી પરિસ્થિતિ હોતી નથી છતાં પણ તેઓ પોતાની મહેનત અને આવડત ના કારણે આજે સફળતાના ઉચા શિખરો પર છે. આપણે અહી આવાજ એક બનાવ વિશે વાત કરવાની છે કે જેના કારણે સમાજને એક નવી દિશા મળશે.
આપણે અહી હરિયાણા એક એવા પરિવાર વિશે વાત કરવાની છે કે જ્યાં પરિવાર ના ૧૧ લોકો આઈએએસ અને આઈપીએસ ઓફિસર છે. તો ચાલો આપણે આ પરિવાર અને પરિવારની સફળતા અંગે માહિતી મેળવીએ. આ વાત પરિવારના મોભી ચોધરી બસંત સિહ શ્યોક્દે ની છે કે જેમની મહેનત ના કારણે આજે પરિવાર આટલો આગળ છે. જણાવી દઈએ કે ચોધરી બસંત સિહ શ્યોક્દે ખેતી કામ સાથે સંકળાયેલા હતા અને પોતે માત્ર ચાર ધોરણ સુધી જ ભણ્યા હતા.
પોતે ઓછુ ભણેલા હોવા છતાં પણ ચોધરી બસંત સિહ શ્યોક્દે શિક્ષણ ના મહત્વને સમજતા હતા અને પોતાના બાળકોને ભણવા અંગે પ્રોત્સાહિત કરતા હતા. તેઓ કહેતાકા પોતે ભલે અભણ છે પરંતુ તેમની મિત્રતા સારા અને ભણેલા લોકો સાથે જ હતી માટે તેઓ જેવી રીતે પોતાના બાળકોનો અભ્યાસ કરાવતા તેમણે પણ આજ ઢબે પોતાના બાળકોને ભણાવવાનું નક્કી કર્યું.
જો કે બાળકોએ પણ પિતાના સપનાને પૂરું કરવા માટે મહેનત કરવા લાગ્યા જણાવી દઈએ કે ચોધરી બસંત સિહ શ્યોક્દે ચાર દિકરા અને ત્રણ દિકરી ના પિતા હાથ જોકે થોડા સમય પહેલા જ તેઓ ૯૯ વર્ષની ઉમરે નિધન પામ્યા હતા. પરિવાર ના દરેક લોકો ચોધરી બસંત સિહ શ્યોક્દે નો ઘણો આભાર માણે છે કે તેમના કારણે જ પરિવાર આટલો આગળ વધી શક્યો.
જણાવી દઈએ કે ચોધરી બસંત સિહ શ્યોક્દે ના ચાર દિકરાઓ વર્ગ ૧ ના અધિકારી બન્યા જયારે તેમની ત્રણેય પુત્રીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ નો અભ્યાસ મેળવ્યો. જણાવી દઈએ કે ચોધરી બસંત સિહ શ્યોક્દે ની એક વહુ પણ આઈએએસ ઓફિસર છે જયારે તમનો પૌત્ર પણ આઈએએસ જયારે પૌત્રી આઈપીએસ ઓફિસર છે ચોધરી બસંત સિહ શ્યોક્દે ની દોહિત્રી પણ આઈઆરએસ અધિકારી છે. પરિવારમાં આ તમામ લોકો પોતાની સફળતા પાછળ ચોધરી બસંત સિહ શ્યોક્દે ને જવાબદાર કહે છે.