વગડા મા રહેતી દીકરી 12 સાયન્સ મા લાવી 80 ટકા ! આ જોઈ ભરવાડ સામાજ ના ભામાશા વિજયભાઈ એ જે કર્યુ જાણી ને સમાલ કરશો..
હાલ ના સમય મા ભણતર ની વાત આવે ત્યારે મોંઘીદાટ શાળા અને ટયુશન ફી યાદ આવે ત્યારે બાળકો પર પણ સતત ભણતર નો ભાર વધી રહ્યો છે ત્યારે આજે આપણે એક એવી દીકરી ની વાત કરીશુ કે જેણે પોતાના પરીવાર નો સહારો તો બની જ સાથે ધોરણ 12 સાયન્સ મા 80 ટકા ના ઉત્તમ પરિણામ સાથે ધોરણ 12 પાસ કર્યુ.
જો આ મહેનતુ દીકરી ની વાત કરીએ તો દીકરીનુ નામ હેમી ભરવાડ છે અને તે હિંમતનગરના રામપુર ગામની રહેવાસી છે. દિકરી ને ભણવામા વધુ રસ હતો પરંતુ સાથે પરીવાર ને પણ મદદ કરવી જરુરી હતી કારણ કે પરીવાર ની આર્થીક પરિસ્થિતિ ઘણી નબળી છે આ માટે તે સાથે પરિવાર ને પણ મદદ કરતી અને વધારાના સમય મા ભણવામા ધ્યાન આપતી ત્યારે તાજેતર મા જ ધોરણ 12 ની પરીક્ષા લેવાઈ હતી જેમા દિકરી ને 80 ટકા આવ્યા હતા.
વગાડા મા રહેતી અને ટોર્ચ ના અંજવાળે ભણતી દીકરી ને 80 ટકા આવતા મિડીયા દ્વારા આ દીકરી ની નોંધ લેવાઇ હતી ત્યારે સુરત ના બિલ્ડર અને સામાજીક કાર્યકર વિજયભાઈ ભરવાડ ને આ બાબત ધ્યાન મા આવતા વિજયભાઇ એ તાત્કાલીક આ દીકરી ના પરિવાર નો સંપર્ક કર્યો હતો અને આગળ ના ભણતર ની સંપુર્ણ જવાબદારી વિજયભાઈ ભરવાડે પોતાના શિરે લીધી હતી.
ધોરણ 12 પછી આ દિકરી ને MBBS નુ ભણવાનુ વિચાર છે અને આગળ જતા ડોક્ટર બનવુ છે ત્યારે વિજયભાઈ ભરવાડે આગળ ભણવા માટે તેનો રસ્તો આસાન કર્યો છે. જો વિજયભાઈ ભરવાડ ની વાત કરીએ તો એક સામાજીક કાર્યકર છે. કિશન ભરવાડ ની દીકરી ની પણ જવાબદારી વિજયભાઈ ભરવાડે ઉઠાવી છે. અને ભરવાડ સમાજ ના ભામાશા તરીકે તેવો જાણીતા છે.