આ 12 વર્ષના બાળકે મોટી દુર્ઘટના ઘટતા અટકાવી દીધી!! પોતે પહેરેલું લાલ રંગનો શર્ટ લઈને અવી ગયો ટ્રેક પર અને ટ્રેન ઉભી રખાવી…
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલ અનેક એવી મોટી મોટી દુર્ઘટનાઓ ઘરી રહી રહી છે જેના વિશે જાણીને આપણા પણ હોશ જ ઉડી જતા હોય છે એવામાં તમને ખબર જ હશે કે ઑડિશાની અંદર એક ખુબ મોટો ટ્રેન અકસ્માત થયો હતો જેમાં અનેકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.આમ તો તમે અનેક એવા કિસ્સાઓ જોયા હશે જેમાં કોઈ એક સમજદાર વ્યક્તિને લઈને અનેક મોટી મોટી દુર્ઘટનાઓ ટળી જતી હોય છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ બહાદુર બાલ્કનબો કિસ્સો લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ વખાણ કરી કરીને થાકી જશો, મિત્રો આ કિસ્સો પશ્ચિમ બંગાળના માલંદા માંથી સામે આવ્યો હતો જ્યા ફક્ત 12 વર્ષીય બાળકે પોતાની બુદ્ધિથી એવું કાર્ય કર્યું કે મોટી દુર્ઘટના અટકી ગઈ, તમને જણાવી દઈએ કે આ બાળકનું નામ મુરસલિન શેખ છે જેને રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત હોવાને લીધે બાળકે લાલ રંગનો પોતાનો શર્ટ કાઢીને ટ્રેક પર ઉભો રહી ગયો હતો.
જે બાદ ટ્રેન ચલાવનાર કર્મીએ આવું લાલ રંગનું સિંગ્નલ જોતાની સાથે જ ઈમરજન્સી બ્રેક લગાવી હતી જેને લઈને ટ્રેન ઉભી રહી ગઈ હતી, એવામાં ટ્રેન ઉભી રહેતા માલુમ પડ્યું હતું કે આગળ રસ્તો ક્ષતિગ્રસ્ત હોવાને લીધે આ બાળકે લાલ રંગનું સિગ્નલ આપીને ટ્રેન રોકી હતી.
બાળકની આવી બહાદુરીને ધ્યાનમાં રાખીને જ તેને પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. ખરેખર આવી રીતે મોટી દુર્ઘટના અટકાવી તે કોઈ જેવા તેવા લોકોનું કામ નથી, આવા કાર્યો માટે હિંમત તથા વીરતા ખુબ જરૂરી બની જાય છે.
આ મામલને લઈને રેલવે વિભાગના મુખ્ય જનસંપર્ક અધિકારી સવ્યસાચીએ આ મામલા અંગે જણાવ્યું હતું કે માલંદાની અંદર 12 વર્ષીય બાળકે પોતાના લાલ રંગના શર્ટને લેહરાવીને ટ્રેન રોકી હતી, આ બાળકે આવું એટલા માટે થઈને કર્યું હતું કારણ કે વરસાદને લીધે આગળનો રેલવે ટ્રેક શતીગ્રસ્ત હતો તેવો જાણ થઈ હતી આથી મોટી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે થઈને આ દીકરાએ આવું બહાદુરી ભર્યું કાર્ય કર્યું હતું.