12 વર્ષના દીકરા એક એવી નાની ભૂલને કારણે આપધાત કરી લીધો કે જાણીને હૈયું કંપી જશે ! સ્યુસાઇડ નોટમાં જણાવી હકીકત…
હાલમાં જ એક એવો હત્યાનો બનાવ સામે આવ્યો છે કે, આ ઘટના અંગે જાણીને તમે ચોંકી જશો. દિવસને દિવસે એવા આત્મહત્યાના બનાવો બને છે કે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. રાયબરેલીના 7મા ધોરણના વિદ્યાર્થીએ નાની એવી કરેલી ભૂલ બાબતમાં આત્મહત્યા કરી લીધી. સ્યુસાઈડનોમાં પોતાની વાત જણાવી. આ વાત જાણીને તમારી આંખમાંથી આંસુઓ સરી પડશે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મિલ એરિયા વિસ્તારના સેન્ટ પીટર્સ સ્કૂલના વિદ્યાર્થી યશ મૌર્યા એ મહિલા શિક્ષક અને પ્રિન્સિપાલના ત્રાસથી કંટાળીને ગુરુવારે પંખાના હુકમાં દુપટ્ટાથી લટકીને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું હતું કે, બાયોલોજીની પરીક્ષામાં મહિલા શિક્ષકે તેને નકલ કરતા પકડી લીધો હતો. તેને માર મારી અને બધાની સામે અપમાનિત પણ કર્યો અને પ્રિન્સિપાલે પણ તેને અપમાનિત કર્યો.
આવી ઘટના બન્યા પછી યશ ઘરે પહોંચ્યો હતો. કોઈને કઈપણ કહ્યા વિના તે ઉપરના રૂમમાં જતો રહ્યો અને સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી.બછરાવા વિસ્તારના સેહગાંવ ગામમાં રહેતો યશ સિંહ મૌર્ય વર્ષથી જવાહર વિહાર કોલોનીમાં તેના કાકા રાજકુમાર મૌર્યના ઘરે રહીને ભણતો હતો. માતા પિતા એ જણાવેલ કે, મહિલા શિક્ષિક અને સ્કૂલના પ્રિન્સિપાલના ત્રાસથી કંટાળીને યશે આત્મહત્યા કરી લીધી.
સ્યુસાઇડ નોટમાં જણાવ્યું કે ‘મેં પેપરમાં ચીટિંગ કરી.બાયોલોજીના પેપરમાં. હું આજે મરી જવાનો છું. આ માટે કાકા-કાકી, મમ્મી-પપ્પાને દોષ ન આપતા. ભૂલ કર્યા પછી કોઈને ચોક્કસપણે એક તક આપવી જોઈએ, પરંતુ આવું ન કરવામાં આવ્યું. હું મારી ભૂલ પર ખૂબ રડ્યો. મારા મિત્રોએ પણ શેમ-શેમ બોલ્યા. હવે મારું મગજ મારા વશમાં નથી. મને ખરાબ વિચારો આવે છે. માતા-પિતા, ભાઈ-બહેન, શાળાના મિત્રો અને શિક્ષકોને સોરી.’
માહિતી મળતાં પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો. પિતા રાજીવ મૌર્ય સહિત પરિવારના અન્ય સભ્યોએ આ ઘટના પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને પ્રિન્સિપાલ, મહિલા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે અને સૌ કોઈ માટે ચેતવણી રૂપ સમાન છે. પરિવારે પોતાનો લાડકવાયો દીકરો ગુમાવી દીધો એનું દુઃખ તો આપણે ન સમજી શકીએ પરંતુ કોઈ અન્ય તરુણનો આ બાબતે જીવ ન જઈએ એ ધ્યાન રાખીએ.