13 વર્ષના ગુજરાતી છોકરાએ કરોડો રૂપિયાની કંપની શરૂ કરી! વર્ષે 100 કરોડ ટર્ન ઓવર કરે છે, મુંબઇના ડબ્બાવાળને રોજગારી તક આપી.
ધંધો તો ગુજરાતીઓના લોહીમાં હોય છે અને આમ પણ એક વેપારીના દીકરાને વેપાર કેમ કરવો તે શીખવો ન પડે. આજે આપણે એક એવા છોકરાની વાત કરવાની છે જેને માત્ર 13 વર્ષની ઉંમરે એવા બિઝનેસની શરૂઆત કરી કે તે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરતો થઈ ગયો. ખરેખર આવા સમયમાં છોકરાઓ પોતાનો સમય બીજા નકામા કામોમાં વ્યસ્ત કરી રહ્યા હોય ત્યારે આ યુવાને પિતા નાં કામથી પ્રેરણા લઈને પોતાના વિચાર થકી એવું કાર્ય કર્યું એના થકી અનેક લોકોને રોજગારી મળી પરતું તેમને કરોડોનો વેપાર શરૂ કર્યો.
આ વાત છે, મુંબઈમાં રહેતા તિલક મહેતાની જેણે 13 વર્ષની ઉંમરે પેપર્સ એન્ડ પાર્સલ નામની કુરિયર કંપની શરૂ કરી જેમાં મુંબઈનાં ડબ્બાવાળો સાથે હાથ મિલાવીને આ કંપની કાર્ય કરવાનું નક્કી કર્યું. આ કંપની ઉદ્દેશ હતો મૂંબુઈ જેવા શહેરમાં કુરિયર સેમ ડે પિકઅપ થાય એ માટે મુંબઈના ડબ્બા વાળા સાથે ટાઇઅપ કર્યું જેથી તેઓ લોકો ટીફિન સાથે કુરિયરનું કાર્ય કરે કારણ કે તેઓ ફાજલ સમયમાં બીજા કામ કરતા જ હોય છે આથી 300 જેટલા ડબ્બાવળ આ કામમાં જોડાયા આજે તો નેટવર્ક બહુ લાબું થઈ ગયું.
નાના એવા બાળકનાં વિચાર માંથી કરોડો રૂપિયાની કંપની શરૂઆત થઈ ગઈ અને હાલમાં આ બાળક અભ્યાસ સાથોસાથ કંપની સંભાળે છે એક બેન્કર.ઘનશ્યામ પારેખ કંપનીમાં સી.ઇ.ઓ છે જે તમામ જવાબદારીઓ સાંભળે છે. આ કંપની એટલે વધુ મુંબઈવાસીઓ માટે લોકપ્રિય બની કારણ કે, માત્ર રૂ 40 થી 180 સુધીમાં તેઓ સેવા પૂરી પાડે છે અને બીજી કંપનીઓ કરતા સાવ ઓછા ભાવ અને સમયસર સેવા આપતી હોવાથી લાખો લોકોએ આ એપ ડાઉનલોડ કરી અને આજે આ કંપની રોજના 1200 કુરિયર મોકલાવે છે અને કંપનીમાં 200 લોકોનો સ્ટાફ કાર્યરત છે. આ કાર્ય થકી તેઓ સમૃદ્ધ બન્યા પરતું અનેક લોકોને રોજગારીનું નવું સાધન મળ્યું નેથી મધ્યમવર્ગને આર્થિક રીતે ફાયદો થયો તેંમજ લોકોને સમયસર કુરિયર મળતું થયુ