સુરતમાં યુવાનનું કામ કરતા કરતા અચાનક જ મોત થયું, બની એવી ઘટના કે જાણીને તમે….
હાલમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવો સામે આવે છે, ત્યારે હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, જિમમાં જતો અને એકદમ ફિટ યુવાનને પણ અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા જ અચાનક મોતને ભેટી ગયો. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદ છે. તમે સપનામાં પણ વિચારી ન શકો એવી રીતે આ યુવાનનું મોત નીપજ્યું. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે, આખરે કઈ રીતે આ દુઃખદ ઘટના બની.
યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધૂ જોવા મળ્યું છે, ઘણા સમયથી તરુણ વયથી લઇને વૃદ્વ લોકો હાર્ટ એટેકના કારણે મુત્યુ પામે છે. દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર સૂરતમાં 28 વર્ષના મહોમમ્મ્દ જહાંગીર નામના યુવાનનું મોત થયું છે. આ યુવાન મૂળ ઉત્તર પ્રદેશનો છે, જે સુરતના ઉન વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો.
મૃતક યુવાન ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. જે સચિન જીઆઇડીસી ડાઈંગ મિલમાં કામ કરતો હતો. સૌથી ખાસ વાત એ કે યુવાન ફિટ એન્ડ ફાઈન રહેવા માટે ખાસ કરીને સવાર સાંજ જીમમાં જઈને કસરત કરતો હતો પરંતુ વિધાતાના એવા લેખ કે, ડાઈંગ મિલમાં કામ કરતી વખતે યુવાનને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો.
દુઃખાવો એટલો અસહ્ય હતો કે, અચાનક જ તે ઢળી પડ્યો હેથી કામના સ્થળ પર જ તાત્કાલિક 108ને બોલાવવામાં આવી અને સારવાર કરેલ પરંતુ આ યુવકનું અચાનક મોત નીપજતા સચીન જીઆઈડીસી પોલીસ દ્વારા યુવકના મોતનું કારણ જાણવા માટે યુવકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ દુઃખદ ઘટનાને કારણે પરિવારજનોમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.