Gujarat

સુરતમાં 21 વર્ષીય પટેલ યુવતીએ આપઘાત કરીને પોતાની જિંદગી ટૂંકાવી ! મૃતકના પરિવારે આ વ્યક્તિ વિરુદ્ધ લગાવ્યા ગંભીર આરોપ…

ગુજરાત રાજ્યમાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો રોજબરોજના અનેક એવા હત્યા તથા આત્મહત્યાની ઘટનાઓ હાલ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે, એવામાં સુરત શહેરમાંથી હજી એક દિવસ પેહલા જ હત્યાનો બનાવ સામે આવ્યો હતો જયારે હાલ શહેરમાંથી આત્મહત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પ્રેમ લગ્ન કરનારી એક 21 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા સૌ કોઈ આશ્ચર્યમાં જ મુકાયું હતું.

દીકરીએ આપઘાત કરી લેતા પરિવારજનોએ તેના સાસરિયા પક્ષ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા જેમાં તેઓએ આરોપ લગાવતા કહ્યું હતું કે તેમના પતિ તથા સાસરિયા પક્ષ દ્વારા તેને ત્રાસ આપવામાં આવતો હોવાને લીધે દીકરીએ આત્મહત્યા કર્યું હોવાનો આરોપ દીકરીના પરિવારજનોએ લગાવ્યો હતો, હાલ આ ઘટનાની હકીકત આજ છે તે અંગેનો તો કોઈ પ્રકારે ખુલાસો નથી થયો, એવામાં મૃતક દીકરીના પરિવારજનોએ તેમની દીકરીના પતિને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી.

મૃતક દીકરીના પરિવારજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે મૃતકના પતિએ તેમની દીકરીના ફોનને ગાયબ કરી દીધો હતો, હાલ આ ઘટનાને પગલે ચારેતરફ ચકચાર મચી જવા પામ્યો છે. આત્મહત્યાના આવા અનેક મોટા બનાવો હાલ ગુજરાત રાજ્યમાંથી સામે આવી જ રહયા છે જેમાંથી અમુક બનાવો તો એટલા બધા અટપટા હોય છે કે તેના વિશે જાણીને આપણને પણ વિશ્વાસ જ નથી થતો હોતો.

વર્તમાન સમયમાં વાત કરવામાં આવે તો પ્રેમલગ્નના અનેક એવા ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યા છે જેમાં યુવક કે યુવતી પ્રેમલગ્ન કરીને અંતે પછતાતા હોય છે જ્યારે અમુક પ્રેમી યુગલના પ્રેમ લગ્ન ખુબ સફળ પણ રહેતા હોય છે,એવામાં પ્રેમલગ્નનને સરકાર હાલ મોટો કાયદો બહાર પડે તેની વિચારણા કરી રહી છે, કાયદા વિશે વાત કરીએ તો આ કાયદો એવો છે કે પ્રેમ લગ્ન કરવા માટે જે તે યુવક યુવતીના માતા-પિતાની સાઈન ફરજીયાત પણે હોવી જરૂરી છે જો નહીં હોઈ તો તે લગ્નને અમાન્ય ગણવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!