પંચમહાલમાં એક જ પરિવારના ચાર ચાર માસૂમોનાં કરુણ મૌત ! બે પરિવારે તો પોતાના એકના એક દીકરા ગુમાવ્યા,આખું ગામ હીબકે ચડ્યું..
મિત્રો તમને ખબર જ હશે કે હજુ હમણાં જ ગુજરાતમાં એક કરુણ ઘટના બની હતી જેમાં એક મામાં-ભણો ગણેશ વિસર્જન કરવા ગયા હતા ત્યારે જ તેનું ડૂબવાથી મૃત્યુ થયું હતું, એવામાં આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જોઈ શકાતું હતું કે મામાં ભાણો ડૂબી રહ્યા છે, એવામાં હાલ ફરી એક આનાથી પણ દુઃખદ ઘટના સામે આવી છે કારણ કે આ ઘટનાની અંદર એક જ સાથે ચાર ચાર માસુમ બાળકોના કરુણ મૌત નીપજ્યા હતા.
કાલોલા નજીકનાં ગામની અંદર આ દુઃખદ ઘટના બની હતી જેમાં ચાર બાળકો તળાવ નજીકનાં ખાડામાં ખાબાક્યાં હતા જે બાદ ગ્રામજનોને આ ઘટનાની જાણ થતાની સાથે જ તમામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તમામ માસુમોને પાણીની બહાર કાઢવામાં આવ્યા હતા, એવામાં ચારેય માસુમના મૃત્યુ થતા આખા ગામ પર શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે પરિવારજનોએ તો પોતાના ફૂલ જેવા દીકરાઓને ગુમાવી દેતા સૌ કોઈ દડદડ આંસુએ રડવા લાગ્યું હતું.
આ ઘટનામાં ગાજાપુર ગામના એક જ પરિવારના આ ચાર માસુમ બાળકો હતા જેમાંથી બે બાળકો તો ઘરના એકના એક દીકરા હતા, આ ઘટનાને લઈને સૌ કોઈ દુઃખમાં જ ગરકાવ થયું છે અને કોણ ના થાય, જે માસુમોએ હજી જન્મીને પુરી દુનિયા પણ નથી જોઈ તેટલી ઉંમરની અંદર જ તેઓને દુનિયાને અલવિદા કહેવાનો વારો આવ્યો કેટલી દુઃખની વાત કહેવાય.
હવે વિચારવા જેવી વાત તો એ કે આ ઘટનાની અંદર ક્યાં વ્યક્તિની ભૂલ ? શું કોઈ માનવ ભૂલને લીધે આ ઘટના ઘટી કે કુદરતી બની તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ગાજપુર પાસે પાણી પુરવઠા કામગીરી શરૂ હતી આથી કામગીરીને પગલે સાઈડમાં એક ખાડો ખોદવામાં આવ્યો હતો,આથી લોકોનું કેહવું છે કે કામગીરી શરૂ હોવા છતાં બેરિકેટીંગ કે કોઈ પ્રકારે ચેતવણી સૂચક બોર્ડ લગાવામાં આવ્યું હતું, ભલે કોઈપણની ભૂલના લીધે આ ઘટના બની હોઈ પરંતુ જે પરિવારે પોતાના માસુમોને ગુમાવ્યા તેઓના પર શું વીતી રહી હશે.