મોરબી દુર્ઘટના :આ 4 વર્ષીય માંસુમ સેકન્ડમાં બની ગયો અનાથ !રજાઓનો આનંદ માણવા માટે ગયા હતા પણ શું ખબર હતી કે કપરો કાળ…
મોરબીમાં બનેલી ખુબ દુઃખદ ઘટનાને 12 કલાક જેટલો સમય થઇ ચુક્યો છે. એવામાં ધીરે ધીરે મૃત્યુઆંકમાં સતતને સતત વધારો જ થતો જોવા મળી રહ્યો છે જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટનાને પગલે આખા રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે કારણ કે કોઈકે પોતાના સ્વજનો તો કોઈકે પોતાના માતા-પિતાને ગુમાવી દીધા,જ્યારે અમુક લોકોએ તો પોતાનો ગઢપણનો સહારો પણ ગુમાવી દીધો છે.
આ ઘટનામાં એક માતા-પિતાએ પોતાનો જીવ ગુમાવી દીધો પરંતુ ચાર વર્ષીય માસુમ સદનસીબે બચી ગયો.આ બાળકે સાવ નાની ઉમરમાં પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી, તે બીચારાને તો હજી ખબર પણ નહિ હોય કે તેના માતા-પિતાને શું થયું. દિવ્યભાસ્કરના એહવાલ અનુસાર સામે આવ્યું છે કે ફક્ત આ ચાર વર્ષીય માસુમ સાથે જ નહી પણ બીજા અન્ય લોકોના પણ આવા જ હાલ થયા છે. કોઈકે પોતાના સંતાન ગુમાવ્યા તો કોઈકે પોતાના આખા પરિવારને જ ગુમાવી દીધા.
જણાવી દઈએ કે તેહવારનો સમય અને મીની વેકેશન હોવાને લીધે મૂળ હળવદ શહેરના પ્રમુખસ્વામી નગરના રેહવાસી હાર્દિક ફળદુ તેમની પત્ની મિરલ ફળદુ અને પોતાના 4 વર્ષીય પુત્ર જીયાંશ સાથે આ ઝુલતા પુલે ફરવા માટે આવ્યા હતા. એવામાં આ પુલ તૂટી પડતા હાર્દિકભાઈ અને તેમની પત્ની મિરલબેનનું કરુણ મૃત્યુ થયું હતું જ્યારે 4 વર્ષીય જીયાંશ બચી ગયો હતો. માતા-પિતાને એક સાથે ગુમાવી દેતા જીયાંશ અનાથ બન્યો હતો.
ઝુલતા પુલની હજી એક ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના 6 લોકો હોમાય ગયા હતા.રાપરના હાલીમાબેનનો તો જાણે આખો પરિવાર જ લુટાય ગયો હતો તેવી સ્થિતિ બની હતી. એક જ જ્ટલે હાલીમાંબેને પોતાની દીકરી,જમાઈ, તેમની 7 વર્ષીય દીકરી અને 4 વર્ષીય દીકરો, તેમના જેઠ અને તેના દીકરાને આમ કુલ એક જ પરિવારના 6 લોકોને ગુમાવી દેતા હાલીમાંબેન પર જાને દુઃખનું આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ બની હતી
આવું જ તે કઈક આરીફ્શા નૃશા શામદાર સાથે પણ બન્યું. આ વ્યક્તિના ઘરના કુલ 8 લોકો આ જુલતા પુલ ફરવા માટે ગયા હતા જ્યાં અચનાક જ પુલ તૂટી પડતા આઠેય પાણીમાં ગરકાવ થયા હતા. પાણીમાં ડૂબેલ આ 8 લોકો માંથી તેમના પત્ની અને પુત્રની લાશ મળી આવતા તેમના પર દુખોનું આભ ફાટી પડ્યું હતું, હજુ આ જ પરિવારના દીકરી સહિતના કુલ 4 લોકો લાપતા છે. સૌ કોઈના મોઢા પર હવે ભગવાનનું નામ જ છે કે મૃત્યુનો આ આંક આગળ ન વધે અને ફસાયેલ લોકો સહીસલામત બહાર નીકળે.