વડોદરામાંથી ફક્ત 4 વર્ષીય માસુમનું થયું કરુણ મૌત ! બહાર રમતી હતી પણ શું ખબર હતી કે આ તેની અંતિમ રમત હશે…
હાલના સમયમાં અકસ્માતની ઘટના વિશે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર અનેક એવી અકસ્માતોની ઘટનાઓ આપણી સામે આવતી જ રહેતી હોય છે જેના વિશે જાણ્યા બાદ આપણા પણ હોશ જ ઉડી જતા હોય છે એટલું જ નહીં અમુક વખત તો આવા અકસ્માતો રૂવાંટા ઉભા કરી દેતા હોય છે એવામાં વડોદરા શહેરમાંથી આવી જ એક દુઃખદ ઘટના હાલ સામે આવી છે જેમાં એક નાના એવા માસુમને પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે વડોદરા શહેરની અંદર કારેલીબાગ વિસ્તારની અંદર આ ઘટના બની હતી જેમાં ઘરે ઘરે કચરો લેવા માટે જતું vmc ના વાહને ફક્ત ચાર વર્ષના માસૂમના જીવને કચડી નાખ્યો હતો તેવું પણ કહી શકાય કારણ કે VMC ની આ ગાડી જયારે રિવર્સ લઇ રહી હતી ત્યારે તેની નીચે આ ચાર વર્ષીય માસુમ આવી ગઈ હતો જે બાદ તેને ગંભીર રીતે ઇજા તથા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યો હતો જ્યા થોડી સારવારમાં જ આ માસૂમનું નિધન થયું હતું.
મસોમના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે રહીશોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો, મૃતક દીકરીનું નામ નેન્સી હતી જે ફક્ત 4 વર્ષીય હતી. નેન્સી સવારે 8 વાગ્યે રમતી હતી ત્યારે કચરોલેવા આવેલ વાહને પાછળ જોયા વગર રિવર્સ ગાડી લેતા નેન્સી ગાડી નીચે દબાય હતી, જે બાદ તેને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી હતી જ્યા તબિયતમાં સુધારો ન આવતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યા તે ટૂંકી સારવારમાં મૌતને પ્યારી થઇ ચુકી હતી.
ફૂલ જેવી દીકરીનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે તમામ લોકોએ ન્યાયની માંગણી કરી હતી અને આ ગાડી ચલાવનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી, આ ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકર કમલેશ પરમારે મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવતા કહ્યું હતું કે આની પેહલા પણ ઘર ઘર જતી આ કચરાની ગાડીના અકસ્માતેની ઘટના સામે આવી ચુકેલી છે.